Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લિયોનાર્ડોને ડેટ કરી રહી હોવાની ચર્ચા વચ્ચે જીજીને અનફૉલો કરી ઝાયન મલિકે

લિયોનાર્ડોને ડેટ કરી રહી હોવાની ચર્ચા વચ્ચે જીજીને અનફૉલો કરી ઝાયન મલિકે

25 September, 2022 01:46 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લિયોનાર્ડો ડિકૅપ્રિયો સુપરમૉડલ જીજી હદીદને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા વચ્ચે તેના એક્સ-બૉયફ્રેન્ડે તેને ઇન્સ્ટાગ્રામ પર અનફૉલો કરી દીધી છે

લિયોનાર્ડોને ડેટ કરી રહી હોવાની ચર્ચા વચ્ચે જીજીને અનફૉલો કરી ઝાયન મલિકે

લિયોનાર્ડોને ડેટ કરી રહી હોવાની ચર્ચા વચ્ચે જીજીને અનફૉલો કરી ઝાયન મલિકે


લિયોનાર્ડો ડિકૅપ્રિયો સુપરમૉડલ જીજી હદીદને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા વચ્ચે તેના એક્સ-બૉયફ્રેન્ડે તેને ઇન્સ્ટાગ્રામ પર અનફૉલો કરી દીધી છે. જીજી અને ઝાયન મલિક રિલેશનશિપમાં હતાં. તેમને એક દીકરી છે જેનું નામ ખાઈ રાખ્યું છે. એક આર્ગ્યુમેન્ટ દરમ્યાન ઝાયને જીજીની મમ્મી યોલાન્ડાને ધમકાવી હોવાની વાત હતી, આથી તેઓ ગયા વર્ષે ઑક્ટોબરમાં અલગ થઈ ગયાં હતાં. જોકે હવે જીજીને ફરી નવો પાર્ટનર મળી ગયો હોવાની ચર્ચા છે. આ તમામ અટકળો વચ્ચે ઝાયન મલિક દ્વારા ઇન્સ્ટાગ્રામ પર જીજીને અનફૉલો કરી નાખવામાં આવી છે. ઝાયન હવે ફક્ત ૨૪ લોકોને ફૉલો કરી રહ્યો છે, જેમાંથી અડધા તો તેના ફૅન-અકાઉન્ટ્સ છે. જોકે જીજી હજી પણ ઝાયનને ફૉલો કરી રહી છે. લિયાનાર્ડો પહેલી વાર ૨૫ વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિને ફૉલો કરી રહ્યો છે. જીજી ૨૭ વર્ષની છે, પરંતુ હજી પણ લિયોનાર્ડો કરતાં તે ૨૦ વર્ષ નાની છે.


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2022 01:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK