Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘જોકર 2’માં લેડી ગાગા બનશે હાર્લી ક્વીન?

‘જોકર 2’માં લેડી ગાગા બનશે હાર્લી ક્વીન?

15 June, 2022 12:04 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૉલીવુડની ‘જોકર 2’માં હાર્લી ક્વીનના પાત્રમાં લેડી ગાગા જોવા મળે એવી ચર્ચા ચાલી રહી છે.

લેડી ગાગા

લેડી ગાગા


હૉલીવુડની ‘જોકર 2’માં હાર્લી ક્વીનના પાત્રમાં લેડી ગાગા જોવા મળે એવી ચર્ચા ચાલી રહી છે. ૨૦૧૯માં આવેલી જેક્વીન ફિનિક્સની ‘જોકર’ સુપરહિટ ફિલ્મ રહી હતી. એની સીક્વલને હવે મ્યુઝિકલ બનાવવામાં આવી રહી છે. આથી એમાં સિંગર-ઍક્ટ્રેસ લેડી ગાગાનો સમાવેશ કરવામાં આવે એવી ચર્ચા છે. આ ફિલ્મમાં તે જોકરની પાગલ પ્રેમિકાના પાત્રમાં જોવા મળશે. ‘જોકર’ને ૨૦૧૯માં ટૉડ ફિલિપે ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મને ઑસ્કરમાં બાર નૉમિનેશન મળ્યાં 
હતાં જેમાંથી બે કૅટેગરીમાં એ વિનર પણ રહી હતી. જેક્વીન ફિનિક્સને આ ફિલ્મ 
માટે બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો હતો. સીક્વલમાં પણ તે જ પાત્ર ભજવશે એવી ચર્ચા છે, પરંતુ હજી સુધી તેની ડીલ ફાઇનલ નથી થઈ. જો આ ફિલ્મમાં લેડી ગાગાને પસંદ કરવામાં આવી તો તે ફિલ્મમાં મ્યુઝિક પણ આપશે કે કેમ એ એક સવાલ છે.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2022 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK