Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શૂટિંગ દરમ્યાન યુકેમાં કાર ચોરાઈ ટૉમ ક્રૂઝની

શૂટિંગ દરમ્યાન યુકેમાં કાર ચોરાઈ ટૉમ ક્રૂઝની

29 August, 2021 04:04 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ટૉમ ક્રૂઝ યુકેમાં હાલમાં ‘મિશન ઇમ્પૉસિબલ’ના સાતમા પાર્ટનું શૂટિંગ કરી રહ્યો છે

ટૉમ ક્રૂઝ

ટૉમ ક્રૂઝ


ટૉમ ક્રૂઝ યુકેમાં હાલમાં ‘મિશન ઇમ્પૉસિબલ’ના સાતમા પાર્ટનું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન તેની લક્ઝુરિયસ કાર ચોરાઈ ગઈ હતી. બર્મિંગહૅમમાં ટૉમ BMW X7માં ફરી રહ્યો હતો અને ટૉમનો ઘણો સામાન એ કારમાં હતો. કારમાં લાગેલા ઇલેક્ટ્રૉનિક ટ્રૅકિંગ ડિવાઇસને કારણે પોલીસે કાર તો શોધી કાઢી છે, પણ કારની અંદરનો સામાન ગાયબ છે. કારના કીલેસ ઇગ્નિશન ફોબ માટે ચોરે સિગ્નલને ક્લોન કર્યા હતા. જોકે બીએમડબબ્લ્યુએ તેને એવી જ નવી સેમ કાર આપી છે. આ વિશે પોલીસ સ્પૉકવુમને કહ્યું કે ‘ચર્ચ સ્ટ્રીટ પરથી કાર ચોરાઈ હોવાનો અમને મંગળવારે સવારે રિપોર્ટ મળ્યો હતો. કારને થોડી વારમાં સ્મેથવિકમાંથી શોધી કાઢવામાં આવી હતી. આ એરિયાના સીસીટીવી કૅમેરાનાં ફુટેજની ડિમાન્ડ કરવામાં આવી છે. આ વિશેની ઇન્ક્વાયરી ચાલી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2021 04:04 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK