ટૉમ ક્રૂઝની સ્પાઇ-થ્રિલરના ચાહકો વિશ્વભરમાં છે
ટૉમ ક્રૂઝ
‘મિશન ઇમ્પૉસિબલ 7’ અને ‘મિશન ઇમ્પૉસિબલ 8’ જોવા માટે લોકોએ હજી રાહ જોવી પડશે. ટૉમ ક્રૂઝની સ્પાઇ-થ્રિલરના ચાહકો વિશ્વભરમાં છે. આ ફિલ્મને સ્કાય ડાન્સ અને પૅરામાઉન્ટ પિક્ચર્સે સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં દિલધડક સ્ટન્ટ્સ અને શાનદાર ઇફેક્ટ્સ હોય એમાં બેમત નથી. ફિલ્મનું શૂટિંગ યુકે, ઇટલી અને પોલૅન્ડમાં કરવામાં આવ્યું છે. ‘મિશન ઇમ્પૉસિબલ 7’ અગાઉ આ વર્ષે ૩૦ સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી, પણ હવે એ ૨૦૨૩ની ૧૪ જુલાઈએ રિલીઝ કરવામાં આવશે. બીજી તરફ ‘મિશન ઇમ્પૉસિબલ 8’ને ૨૦૨૩ની ૭ જુલાઈએ રિલીઝ કરવાને બદલે હવે એને ૨૦૨૪ની ૨૮ જૂને રિલીઝ કરવામાં આવશે. ફિલ્મની પ્રોડક્શન કંપનીએ જૉઇન્ટ સ્ટેટમેન્ટ આપતાં કહ્યું કે ‘હાલમાં મહામારીને જોતાં અમે ખૂબ વિચાર કર્યા બાદ પૅરામાઉન્ટ પિક્ચર્સ અને સ્કાય ડાન્સે ‘મિશન ઇમ્પૉસિબલ 7’ અને ‘મિશન ઇમ્પૉસિબલ 8’ને પોસ્ટપોન્ડ કરવાનો નિર્ણય લીધો છે. લોકોને થિયેટર્સમાં અતુલનીય અનુભવ આપવા માટે ઉત્સાહી છીએ.’