° °

આજનું ઇ-પેપર
Sunday, 26 September, 2021


ભારતમાં સ્ટ્રીમ થઇ રહ્યાં છે આ બે રસપ્રદ મુવિઝ, એક હૉરર તો એક કૉમેડી

13 May, 2021 06:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

પિક્ચવર્કસ દ્વારા રિલીઝ થયેલ આ ફ્રેશ ફિલ્મો એમેઝોન પ્રાઇમ વિડિઓ પર સ્ટ્રીમ થઈ રહી છે

સ્પાઇરલ અને યસ ગોડ યસ બંન્ને જુદા પ્રકારની અને અલગ ઝોન્રેની ફિલ્મો છે.

સ્પાઇરલ અને યસ ગોડ યસ બંન્ને જુદા પ્રકારની અને અલગ ઝોન્રેની ફિલ્મો છે.

પિકચરવર્ક્સના હિટ શો `અનરિયલ` ફેમ એક્ટર જેફરી બોવર-ચૈપમેનની સ્પાઇરલ એક સજાતિય યુગલની લવ સ્ટોરી છે. આ ફિલ્મમાં જેફરી સાથે કોહેન, જેનિફર લાપોર્ટ, ટાઇ વુડ, ચંદ્રા વેસ્ટ, લોહચલિન મુનરો છે. આ એક હોરર-થ્રિલર ફિલ્મ છે. તો ‘યસ ગૉડ યસ’ સ્ટ્રેન્જર થિંગ્સ સિરીઝ ફેમ અભિનિત નતાલિયા ડાયરની કૉમેડી ફિલ્મ છે જેમાં તેની સાથે ટિમોથી સિમોન્સ, અલીશા બો, ફ્રાન્સેસ્કા રીલે અને વોલ્ફગેંગ નોવોગ્રાઝ છે.

કર્ટિસ ડેવિડ હાર્ડર  દ્વારા નિર્દેશિત ફિલ્મ સ્પાઇરલમાં સમલૈંગિક કપલ પોતાની દીકરીને નાના શહેરમાં ઉછેરવાનો નિર્ણય કરે છે છે જેથી તેને બહેતર લાઇફ ક્વૉલિટી આપી શકે. જો કે તેમના ધાર્યાથી અલગ જ ઘટનાઓ અહીં ઘટે છે. તો યસ ગૉડ યસમાં સોળ વર્ષની એલિસ મિલેનિયલ છે અને પાક્કી કેથલિક પણ છે. તે ચેટરૂમ્સ દ્વારા જાતીય લાગણીઓને અનુભવે છે જેને કારણે તેને બહુ જ ગિલ્ટ થાય છે તે ધર્મને રસ્તે આમાંથી પાછા વળવાનો ટ્રાય કરે છે પણ નિષ્ફળ જાય છે.

એમેઝોન પ્રાઇમ વીડિયો પર પિક્ચરવર્ક્સે ફરી એકવાર ભારતમાં બે નવી હૉલીવુડ ફિલ્મો રિલીઝ કરવાનું નક્કી કર્યું. સ્પાઇરલ અને યસ ગોડ યસ બંન્ને જુદા પ્રકારની અને અલગ ઝોન્રેની ફિલ્મો છે. એક રૂંવાટા ખડા કરી દે તેવી છે તો બીજી હસાવે તેવી છે. બંન્ને ફિલ્મોને બહુ સારા રિવ્યુઝ મળ્યા છે.

 

13 May, 2021 06:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK