° °

આજનું ઇ-પેપર
Saturday, 29 January, 2022


‘સ્પાઇડર મૅન-નો વે હોમ’એ ભારતમાં શાનદાર ૨૦૨.૩૪ કરોડનું કલેક્શન કર્યું

04 January, 2022 05:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

‘સ્પાઇડર મૅન-નો વે હોમ’એ ભારતમાં ૨૦૨.૩૪ કરોડનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મ ૧૬ ડિસેમ્બરે રિલીઝ થઈ છે.

‘સ્પાઇડર મૅન-નો વે હોમ’એ ભારતમાં શાનદાર ૨૦૨.૩૪ કરોડનું કલેક્શન કર્યું

‘સ્પાઇડર મૅન-નો વે હોમ’એ ભારતમાં શાનદાર ૨૦૨.૩૪ કરોડનું કલેક્શન કર્યું

‘સ્પાઇડર મૅન-નો વે હોમ’એ ભારતમાં ૨૦૨.૩૪ કરોડનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મ ૧૬ ડિસેમ્બરે રિલીઝ થઈ છે. ભારતમાં સ્પાઇડર મૅનનો જાદુ લોકો પર સવાર છે. કલેક્શનના મામલામાં આ ફિલ્મે એક નવો રેકૉર્ડ બનાવી લીધો છે. રિલીઝનાં ૩ અઠવાડિયાંમાં આ ફિલ્મે ૨૦૦ કરોડથી વધુ કલેક્શન કરી લીધું છે. ફિલ્મમાં ટૉમ હોલૅન્ડ અને ઝેન્ડ્યા લીડ રોલમાં છે. જૉન વૉટ્સે ફિલ્મને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર પોતાનું વર્ચસ્વ જમાવી રહી છે. હૉલીવુડની આ ફિલ્મે રિલીઝના ૧૮ દિવસમાં જ ભારતમાં પોતાનો દબદબો દેખાડ્યો છે. ફિલ્મને હજી ચીન અને જપાનમાં રિલીઝ કરવાની બાકી છે. ભારતમાં એના પહેલા વીકમાં ૧૪૮.૦૭ કરોડનો બિઝનેસ થયો હતો. બીજા વીકમાં ફિલ્મે ૪૧.૬૦ કરોડનું કલેક્શન મેળવી લીધું હતું અને ત્રીજા અઠવાડિયામાં ફિલ્મે ૧૨.૬૭ કરોડનો બિઝનેસ કરી લીધો છે. આ રીતે કુલ મળીને ‘સ્પાઇડર મૅન-નો વે હોમ’એ ભારતમાં ૨૦૨.૩૪ કરોડનો બિઝનેસ કરી લીધો છે. 

04 January, 2022 05:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

હૉલીવૂડ સમાચાર

‘મિશન ઇમ્પૉસિબલ’ની રિલીઝ આ વર્ષે ઇમ્પૉસિબલ

ટૉમ ક્રૂઝની સ્પાઇ-થ્રિલરના ચાહકો વિશ્વભરમાં છે

23 January, 2022 03:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૉલીવૂડ સમાચાર

આર્નોલ્ડની કારનો ઍક્સિડન્ટ

તેને કશું નથી થયું, મહિલાને ગંભીર ઈજા

23 January, 2022 03:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૉલીવૂડ સમાચાર

Moon Knight Trailer: `મૂન નાઇટ`નું ટ્રેલર રિલીઝ, મળો મારવલના નવા સુપરહિરોને

આ વેબ સીરિઝ ડિઝીની પ્લસ પર 30 માર્ચ, 2022ના રોજ રિલીઝ થશે અને આ સુપરહિટ વેબસીરિધને લઈને ચાહકોમાં જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ સીરિઝને જેરેમી સ્લેટરે ક્રિએટ કરી છે.

18 January, 2022 03:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK