° °

આજનું ઇ-પેપર
Saturday, 13 August, 2022


‘ધ ગ્રે મૅન’ની બનશે ​સીક્વલ

28 July, 2022 03:55 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં રાયન ગૉઝ્લિંગની સાથે એમાં ક્રિસ ઇવાન્સ અને મહેમાન ભૂમિકામાં ધનુષ પણ જોવા મળ્યો હતો

રાયન ગૉઝ્લિંગ

રાયન ગૉઝ્લિંગ

રુસો બ્રધર્સ હવે રાયન ગૉઝ્લિંગને લઈને ‘ધ ગ્રે મૅન’ની સીક્વલ બનાવવા તૈયાર છે. આ ફિલ્મમાં રાયન ગૉઝ્લિંગની સાથે એમાં ક્રિસ ઇવાન્સ અને મહેમાન ભૂમિકામાં ધનુષ પણ જોવા મળ્યો હતો. નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવેલી આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ પડી રહી છે. આ ફિલ્મ એટલી તો હિટ થઈ ગઈ છે કે એના રિલીઝ થયાના ચાર દિવસની અંદર જ એની સીક્વલની જાહેરાત પણ કરવામાં આવી છે. આ વિશે વાત કરતાં ઍન્થની અને જો રુસોએ સ્ટેટમેન્ટમાં કહ્યું કે ‘અમારી ‘ધ ગ્રે મૅન’ને દર્શકોએ ખૂબ વધાવી છે. ફિલ્મને દુનિયાભરના દર્શકોએ જે રીતે પસંદ કરી છે એ જોઈને અમારો ઉત્સાહ વધી ગયો છે. ફિલ્મમાં અદ્ભુત પાત્રો છે અને એને કારણે અમે ‘ધ ગ્રે મૅન’ના યુનિવર્સને એક્સપાન્ડ કરવાનું પહેલેથી વિચારતા હતા. અમને ખુશી છે કે નેટફ્લિક્સે રાયન સાથે મળીને એની સીક્વલની જાહેરાત કરી દીધી છે. અમે બીજી ફિલ્મની સ્ક્રિપ્ટ વિશે ખૂબ  જલદી વાત કરીશું.’

28 July, 2022 03:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

હૉલીવૂડ સમાચાર

સો કરોડ રૂપિયાની ક્લબમાં પહોંચી ‘થોર’

૨૦૨૨માં સો કરોડની ક્લબમાં પહોંચેલી આ ​હૉલીવુડની બીજી ફિલ્મ છે

10 August, 2022 01:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૉલીવૂડ સમાચાર

ડ્વેન જૉન્સન કોનો પેટ બનવા માગે છે?

ડ્વેન તેની આગામી ઍનિમેટેડ ફિલ્મ ‘DC લીગ ઑફ સુપર-પેટ્સ’ને પ્રમોટ કરી રહ્યો છે

09 August, 2022 05:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૉલીવૂડ સમાચાર

જૉની ડેપને પૈસા ચૂકવવા ઘર વેચ્યું ઍમ્બર હર્ડે?

ઍમ્બરના કહ્યા મુજબ તેની પાસે આટલા પૈસા નથી કે તે આ રકમ ચૂકવી શકે

03 August, 2022 05:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK