° °

આજનું ઇ-પેપર
Wednesday, 14 April, 2021

6 દિવસના સર્ચ ઑપરેશન બાદ સરોવરમાંથી મળ્યું અભિનેત્રીનું શબ

14 July, 2020 03:07 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

6 દિવસના સર્ચ ઑપરેશન બાદ સરોવરમાંથી મળ્યું અભિનેત્રીનું શબ

નાયા રિવેરી

નાયા રિવેરી

હોલીવુડ(Hollywood) સિનેમાની જાણીતી અભિનેત્રી નાયા રિવેરા(Naya Rivera) લાપતા હોવાના 6 દિવસ બાદ પીરૂ સરોવરમાંથી તેનો મૃતદેહ મળ્યો છે. પોલીસે મૃતદેહની ઓળખ અભિનેત્રી નાયા રિવેરા તરીકે કરી છે. પોલીસ પ્રમાણે, અભિનેત્રીના શરીર પર એવા કોઇપણ નિશાન નથી મળ્યા જે સંકેત આપતાં હોય કે અભિનેત્રીની પહેલા હત્યા કરવામાં આવી હોય. હકીકતે, પોલીસ 6 દિવસથી લાપતા અભિનેત્રીને શોધી રહી હતી અને હવે તેનો મૃતદેહ સરોવરમાંથી મળી આવ્યો છે. પોલીસે સોનર ઉપકરણો દ્વારા અભિનેત્રીને શોધી રહી હતી.

જણાવવાનું કે અમુક દિવસ પહેલા જ પીરૂ સરોવરમાં અભિનેત્રીનો દીકરો બોટ પર સૂતોલો મળ્યો હતો, જે બોટ તેની માતાએ ભાડે લીધી હતી. તે પોતાના દીકરાને લઇને ગઈ હતી, જેના પછી ફક્ત દીકરો જ બોટ પર મળ્યો. 6 દિવસથી પોલીસ અને અભિનેત્રીના પરિવારજનો તેની શોધ કરી રહ્યા હતા. આ પહેલા અભિનેત્રીના દીકરાએ પોલીસને જણાવ્યું કે તેની માતા તેને બોટ પર મૂકીને સ્વિમિંગ કરવા ચાલી ગઈ હતી. પોલીસ પ્રમાણે, એવું લાગે છે કે નાયાએ પોતાના દીકરાને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો. હકીકતે તેના દીકરા પાસે લાઇફ જેકેટ હતી અને બોટ પર વધુ એક લાઇફ જેકેટ મળી આવી જો કે, નાયાના મૃતદેહ પર કોઇ લાઇફ જેકેટ નહોતી.

 
 
 
View this post on Instagram

at this point we just vibin y'all

A post shared by Naya Rivera (@nayarivera) onJul 5, 2020 at 2:18pm PDT

સાથે જ પોલીસ અધિકારીએ એ પણ જણાવ્યું કે 8 જુલાઇના અભિનેત્રી સાથે શું થયું હશે, જે દિવસે આ ઘટના બની. 8 જુલાઇના અભિનેત્રી ગાયબ થઈ હતી અને ગુરુવારે તેને મૃત જાહેર કરવામાં આી. તો દીકરો જોસી બોટ પર સ્વસ્થ મળ્યો હતો, તેના પછી લાગે છે કે અભિનેત્રીએ આત્મહત્યા પણ કરી હોઇ શકે.

 
 
 
View this post on Instagram

Casually queenin

A post shared by Naya Rivera (@nayarivera) onFeb 18, 2020 at 9:50am PST

જણાવવાનું કે 33 વર્ષીય નાયાને હિટ ટીવી શૉ Gleeમાં લેસ્બિયન ચીયરલીડર તરીકે ઓળખવામાં આવી હતી. આ શૉ 2009 અને 2015 દરમિયાન 6 વર્ષ સુધી ખૂબ જ ચાલ્યો હતો. જેવા તેના નિધનના સમાચારની પુષ્ઠિ થઈ હોલીવુડ સેલેબ્સે સોશિયલ મીડિયા પર તેના નિધન પર શોક વ્યક્ત કર્યો અને સતત તેની માટે પોસ્ટ કરી રહ્યા છે.

14 July, 2020 03:07 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

હૉલીવૂડ સમાચાર

એક્સટ્રેક્શન પછી સીધી રુદ્રકાલ

હૉલીવુડ ફિલ્મમાં જોવા મળેલા રુદ્રાક્ષ જયસ્વાલ પાસે અનેક ઑફર હોવા છતાં તેણે સ્ટાર પ્લસની ઍક્શન સિરિયલ પસંદ કરી

16 March, 2021 02:33 IST | Mumbai | Pratik Ghogare
હૉલીવૂડ સમાચાર

ઑસ્કર વિજેતા અભિનેતા ક્રિસ્ટોફર પ્લમરનું 91ની વયે નિધન

ઑસ્કર વિજેતા અભિનેતા ક્રિસ્ટોફર પ્લમરનું 91ની વયે નિધન

06 February, 2021 10:21 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
હૉલીવૂડ સમાચાર

James Bondએ દુનિયાથી લીધી વિદાય

James Bondએ દુનિયાથી લીધી વિદાય

31 October, 2020 06:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK