Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Moon Knight Trailer: `મૂન નાઇટ`નું ટ્રેલર રિલીઝ, મળો મારવલના નવા સુપરહિરોને

Moon Knight Trailer: `મૂન નાઇટ`નું ટ્રેલર રિલીઝ, મળો મારવલના નવા સુપરહિરોને

18 January, 2022 03:43 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ વેબ સીરિઝ ડિઝીની પ્લસ પર 30 માર્ચ, 2022ના રોજ રિલીઝ થશે અને આ સુપરહિટ વેબસીરિધને લઈને ચાહકોમાં જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ સીરિઝને જેરેમી સ્લેટરે ક્રિએટ કરી છે.

યુટ્યૂબ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનગ્રેબ

યુટ્યૂબ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનગ્રેબ


ડિઝ્ની પ્લસ અને મારવલ સ્ટૂડિયોઝની નવી વેબ સીરીઝ Moon Knightનું Trailer રિલીઝ થઈ ગયું છે. આ વેબ સીરિઝ મોસ્ટ અવેઇટેડ વેબસીરિઝમાંની એક છે. અને હવે મારવલ સ્ટૂડિયોઝનું નવું કેરેક્ટર ચાહકોનું મનોરંજન કરવા માટે આવી રહ્યું છે. Moon Knightના પાત્રમાં એક્ટર ઑસ્કર આઇજેક જોવા મળશે. આ વેબ સીરિઝ ડિઝીની પ્લસ પર 30 માર્ચ, 2022ના રોજ રિલીઝ થશે અને આ સુપરહિટ વેબસીરિધને લઈને ચાહકોમાં જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ સીરિઝને જેરેમી સ્લેટરે ક્રિએટ કરી છે. આ વેબસીરિઝના છ એપિસૉડ્સ હશે.

મૂન નાઇટ સીરિઝની સ્ટોરી સ્ટીવન ગ્રાન્ટની છે જે એક ગિફ્ટ શૉપમાં કામ કરે છે. પણ તેની સાથે કંઇક જૂદું થાય છે. તેની કેટલીક સ્મૃતિઓ છે જે તેને હેરાન કરે છે. સ્ટીવનને ખબર પડે છે કે તે ડિસોશિએટિવ આઇડેંટિટી ડિસૉર્ડરથી પીડિત છે, જેમાં એક શરીરમાં બે જણની સ્મૃતિઓ રહે છે. આ બીજો શખ્શ કાતિલ માર્ક સ્પેક્ટર છે. જેવું સ્ટીવન/માર્કના દુશ્મનો તેના વિશે ખબર પડે છે, આ રીતે તે પરિસ્થિતિઓ સામે જજૂમવા માટે તૈયાર થાય છે.




મારવલ સ્ટૂડિયોઝની વેબ સીરિઝ `મૂન નાઈટ`ને મોહમ્મદ ડિયાબ અને જસ્ટિન બેનસન અને એરન મૂરહેડની ટીમે આના એપિસોડ્સને ડિરેક્ટ કર્યા છે. આમાં ઑસ્કર, આઇજેક, ઈથન હૉક અને મે કાલામાવી લીડ રોલમાં છે. મોહમ્મદ ડિયાબે આના ચાર એપિસોડ ડિરેક્ટ કર્યા છે, બાકીના બે એપિસોડ જસ્ટિન અને એરને ડિરેક્ટ કર્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2022 03:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK