Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સો કરોડ રૂપિયાની ક્લબમાં પહોંચી ‘થોર’

સો કરોડ રૂપિયાની ક્લબમાં પહોંચી ‘થોર’

10 August, 2022 01:13 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૨માં સો કરોડની ક્લબમાં પહોંચેલી આ ​હૉલીવુડની બીજી ફિલ્મ છે

‘થોર : લવ ઍન્ડ થન્ડરનો સીન

‘થોર : લવ ઍન્ડ થન્ડરનો સીન


હૉલીવુડની ફિલ્મ ‘થોર : લવ ઍન્ડ થન્ડર’ ઇન્ડિયામાં સો કરોડની ક્લબમાં પહોંચી ગઈ છે. ૨૦૨૨માં સો કરોડની ક્લબમાં પહોંચેલી આ ​હૉલીવુડની બીજી ફિલ્મ છે. તેમ જ માર્વલ સિનેમૅટિક યુનિવર્સની પાંચમી ફિલ્મ છે જે આ ઇન્ડિયામાં સો કરોડની ક્લબમાં પહોંચી છે. આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં ૭૯.૦૭ કરોડ, બીજા અઠવાડિયામાં ૧૪.૪૬ કરોડ, ત્રીજા અઠવાડિયામાં ૪.૩૪ કરોડ, ચોથા અઠવાડિયામાં ૧.૬૯ કરોડ અને પાંચમા અઠવાડિયામાં ૪૬ લાખ રૂપિયાની સાથે ટોટલ ૧૦૦.૦૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ પહેલાં ‘ઍવેન્જર્સ એન્ડગેમ’, ‘ઍવેન્જર્સ ઇન્ફિનિટી વૉર’, ‘સ્પાઇડરમૅન નો વે હોમ’ અને ‘ડૉક્ટર સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટિવર્સ ઑફ મૅડનેસ’ પણ ઇન્ડિયામાં સો કરોડની ક્લબમાં પહોંચી હતી.


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2022 01:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK