Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોરિયન અભિનેતામકિમ સીઓન હોએ ગર્ભપાત કરાવવા બદલ એક્સ ગર્લફ્રેન્ડની માગી માફી

કોરિયન અભિનેતામકિમ સીઓન હોએ ગર્ભપાત કરાવવા બદલ એક્સ ગર્લફ્રેન્ડની માગી માફી

20 October, 2021 05:47 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કોરિયન ડ્રામા હોમટાઉન ચા ચા ચા ફેમ અભિનેતા કિમ સીઓન હોએ તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડની માફી માંગી છે

કિમ સીઓન

કિમ સીઓન


કોરિયન ડ્રામા હોમટાઉન ચા ચા ચા ફેમ અભિનેતા કિમ સીઓન હોએ તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડની માફી માંગી છે. તેણે સત્તાવાર નિવેદન બહાર પાડીને તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ્, સહ-કલાકારો અને ચાહકોની પણ માગી છે. કિમની એક્સ ગર્લફ્રેન્ડે તેના પર બળજબરીથી ગર્ભપાત કરાવવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી કિમ સિઓન હો ચારે બાજુથી ટીકાઓનો સામનો કરી રહ્યા છે. અભિનેતાએ લખ્યું- `આ કિમ સિઓન હો છે. મોડું નિવેદન આપવા બદલ હું માફી માંગુ છું. મારા નામનો ઉલ્લેખ કરતા લેખના પ્રકાશન પછી પ્રથમ વખત મને પહેલી વાર ભય લાગ્યો, અને તેથી જ હું તેને હમણાં લખી રહ્યો છું.

TOI ના સમાચાર અનુસાર અભિનેતાએ લખ્યું છે કે, `હું એક્સ ગર્લફ્રેન્ડને સારી લાગણ સાથે મળ્યો. મેં તેને મારી બેદરકારીથી અને અન્યની કાળજી લીધા વિના અભિનય કરીને તેને નુકસાન પહોંચાડ્યું. હું એક્સ ગર્લફ્રેન્ડની સીધી માફી માંગવા માંગતો હતો, પરંતુ અત્યારે હું તેની માફી માંગી શકતો નથી અને યોગ્ય સમય આવવાની રાહ જોઉં છું. અત્યારે હું ખરેખર આ નિવેદન દ્વારા તેમની માફી માંગુ છું.



હકીકતે કિમની એક્સ ગર્લફ્રેન્ડે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે એક અભિનેતાએ તેને લગ્નનું ખોટું વચન આપ્યું હતું અને તેને ગર્ભપાત કરાવ્યો હતો. તેણે કિમ સીઓન પર આ આરોપ લગાવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2021 05:47 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK