બાઇકર સામેથી કાર સાથે અથડાતાં તે હવામાં ઊંચે ઊછળ્યો હતો
જેસન મોમાઉ
‘ઍક્વામૅન’માં જોવા મળેલા જેસન મોમાઉની કારનો બાઇક સાથે લૉસ ઍન્જલસમાં ઍક્સિડન્ટ થયો હતો. એમાં તેને માથામાં થોડી ઈજા થઈ હતી. તે બાલ-બાલ બચી ગયો હતો. ઓલ્ડ ટૉપન્ગા કેન્યન રોડ પર એક બાઇકર ઑપોઝિટ દિશામાં તેની નજીક ધસી આવ્યો હતો. બાઇકર સામેથી કાર સાથે અથડાતાં તે હવામાં ઊંચે ઊછળ્યો હતો. જોકે તેને ગંભીર ઈજા નહોતી થઈ. તેને પણ અંગૂઠામાં ઈજા અને પગમાં ઉઝરડા જેવી થોડી ઈજા થતાં તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જેસનને માથામાં નજીવી ઈજા આવી હતી.