Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નૉર્થ કે સાઉથ ઍક્ટર્સ તરીકે નહીં, ઇન્ડિયન ઍક્ટર તરીકે ઓળખવામાં આવે તો સારું લાગશે : ધનુષ

નૉર્થ કે સાઉથ ઍક્ટર્સ તરીકે નહીં, ઇન્ડિયન ઍક્ટર તરીકે ઓળખવામાં આવે તો સારું લાગશે : ધનુષ

22 July, 2022 02:55 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રુસો બ્રધર્સ સાથેની તેની ‘ધ ગ્રૅ મૅન’ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર આવવાની છે.

ધનુષ

ધનુષ


ધનુષનું કહેવું છે કે તમામ ઍક્ટર્સને નૉર્થ કે સાઉથ ઍક્ટર્સ તરીકે નહીં, પરંતુ ઇન્ડિયન ઍક્ટર તરીકે ઓળખવામાં આવે તો સારું લાગશે. ઍક્ટર્સને તેના પ્રદેશ મુજબ નોખા પાડવામાં આવે છે. રુસો બ્રધર્સ સાથેની તેની ‘ધ ગ્રૅ મૅન’ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર આવવાની છે. એની પ્રમોશનલ ઇવેન્ટમાં એક ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી બનાવવામાં આવે એ વાત પર ભાર મૂકતાં ધનુષે કહ્યું કે ‘મને કે પછી અન્ય કોઈને સાઉથ ઍક્ટર્સ તરીકે ઓળખવામાં આવે એમાં કોઈ સમજદારી નથી દેખાતી. જો બધાને સાઉથ કે નૉર્થ ઍક્ટર્સ તરીકે નહીં, પરંતુ ઇન્ડિયન ઍક્ટર્સ તરીકે જ ઓળખવામાં આવે તો એ પ્રશંસનીય લાગે. વિશ્વ આજે સંકુચિત બની ગયું છે અને સીમા ઝાંખી પડી ગઈ છે. સમય થઈ ગયો છે કે બધા એકસાથે આવે અને એક મોટી ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી બનાવવામાં આવે. બધા સાથે મળીને કામ કરીએ અને માત્ર સાઉથ કે નૉર્થના દર્શકો માટે નહીં, પરંતુ બધા માટે ફિલ્મો બનાવવામાં આવે. આજે તો દરેક ફિલ્મ નૅશનલ ફિલ્મ બની ગઈ છે અને ખાસ કરીને ડિજિટલ પ્લૅટફૉર્મને કારણે લોકો દરેકનું કામ સરળતાથી જોઈ શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2022 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK