James Bondએ દુનિયાથી લીધી વિદાય

ફાઈલ ફોટો
જેમ્સ બોન્ડ તરીકે વિશ્વ પ્રસિદ્ધ લેજેન્ડરી બ્રિટીશ સ્ટાર શોન કોનેરી (Sean Connery)નું 90 વર્ષની ઉંમરે નિધન થયા હોવાના સમાચાર બીબીસીમાં આવ્યા છે.
જેમ્સ બોન્ડનો રોલ તેમણે પહેલી વખત વર્ષ 1962માં ડૉ.નોમાં કર્યું, ત્યારબાદ ફ્રોમ રશિયા વિથ લવ (1964), ગોલ્ડફિંગર (1964), થંડરબોલ (1965), યુ ઓન્લી લીવ ટ્વાઈસ (1967), ડાઈમન્ડ આર ફોરએવર (1971) અને નેવર સે નેવર અગેન (1983)માં કર્યું હતું.
દશકો સુધી હૉલીવુડમાં રાજ કરનારા શોન કોનેરીએ ધ હન્ટ ઑફ રેડ ઑક્ટોબર, ઈન્ડિયાના જોન્સ, ધ લાસ્ટ ક્રુસેડ, મર્ડર ઓન ધ ઓરિઅન્ટ એક્સપ્રેસ અને ધ રોક જેવી કમર્શિયલ બ્લોકબસ્ટરથી દર્શકોને મનોરંજન પુરુ પાડ્યુ હતું.
વર્ષ 1987માં બ્રાયન ડી પાલ્માની ધ અનટચેબલ્સમાં આઈરીશ પોલીસ અધિકારીના રોલ બદલ કોનેરીને સપોર્ટિંગ એક્ટર માટે ઑસ્કાર મળ્યો હતો.