° °

આજનું ઇ-પેપર
Sunday, 26 September, 2021


૭૨૦૦૦ રૂપિયા

04 June, 2021 12:09 PM IST | Mumbai | Rashmin Shah

રિયલિટી શો ‘ડાન્સ દીવાને’ની ત્રીજી સીઝનમાં આ વીક-એન્ડમાં માધુરીએ જે ડ્રેસ પહેર્યો છે એની આ કિંમત છે

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત

ફિલ્મ માટે ભવ્યાતિભવ્ય ખર્ચ કરવામાં આવે એવું તો આપણે સાંભળીએ છીએ, પણ ટીવી-સિરિયલ અને એ પણ રિયલિટી શો માટે તોતિંગ ખર્ચ ક્યારેય થતો સાંભળવા મળ્યો નથી. જોકે હવે એ વાત ભૂતકાળ બની ગઈ છે. કલર્સ ચૅનલ રિયલિટી શો ‘ડાન્સ દીવાને’ની ત્રીજી સીઝનના એક એપિસોડ માટે માધુરી દીક્ષિતના જે કૉસ્ચ્યુમ તૈયાર થયા છે એની કિંમત ૭૨,૦૦૦ રૂપિયા છે. સ્કાયબ્લુ કલરના આ લહેંગા અને ચોલી પર જરીકામ કરવામાં આવ્યું છે અને ભાતિગળ ચિત્રો ઉપસાવવામાં આવ્યાં છે. ટ્રેડિશનલ લુક આપતા આ કૉસ્ચ્યુમ પર જ્યૉર્જેટની આછા બ્લુ રંગની ચૂની છે અને લો નેકની ચોલી છે.

આ જે આઉટફિટ છે એ દિલ્હીની કૉસ્ચ્યુમ ડિઝાઇનિંગ કંપની તૌરાનીએ તૈયાર કર્યાં છે. તૌરાની અનેક જાણીતી સેલિબ્રિટીના કૉસ્ચ્યુમ ડિઝાઇન કરે છે, પણ માધુરી માટે જે કૉસ્ચ્યુમ તૈયાર થયાં છે એની પાછળ તેણે માત્ર માધુરી જ નહીં, પણ માધુરીના નેચરને પણ ધ્યાનમાં રાખ્યો છે. માધુરીને જોતાં જ મનમાં શાંતિનો અનુભવ થતો હોવાથી માધુરીના આ કૉસ્ચ્યુમનો કલર તૌરાનીએ લાઇટબ્લુ એટલે કે આસમાની રંગનો રાખ્યો છે.

04 June, 2021 12:09 PM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો

હૉલીવૂડ સમાચાર

જેમ્સ બોન્ડ બોલશે ગુજરાતી! હોલીવુડની આ બ્લોકબ્લાસ્ટર ફિલ્મ ગુજરાતીમાં રિલીઝ થશે

પ્રથમ વખત, જેમ્સ બોન્ડ હવે વ્યાપકપણે બોલાતી હિન્દી સિવાય ગુજરાતીમાં પણ ડબ કરવામાં આવી છે

07 September, 2021 08:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હૉલીવૂડ સમાચાર

`ધ વાયર`ના અભિનેતા માઈકલ વિલિયમ્સનું મૃત્ય ન્યૂયોર્ક એપાર્ટમેન્ટમાં મળ્યો મૃતદેહ

માઇકલ તેના ટીવી શો ‘ધ વાયર’ માટે ખૂબ પ્રખ્યાત હતા. તેમણે આ શોમાં ડ્રગ ડીલર ઓમર લિટલ નામના ડાકુની ભૂમિકા ભજવી હતી.

07 September, 2021 05:08 IST | New York | Gujarati Mid-day Online Correspondent
હૉલીવૂડ સમાચાર

‘શેંગ ચી’એ બૉક્સ-ઑફિસ પર મચાવી ધમાલ

ત્રણ દિવસમાં ટોટલ ૧૦.૬૧ કરોડ રૂપિયાનો બિઝનેસ

07 September, 2021 03:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK