Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડ્વેઇન જૉન્સનને પછાડ્યો ડૅનિયલ ક્રૅગે

ડ્વેઇન જૉન્સનને પછાડ્યો ડૅનિયલ ક્રૅગે

21 August, 2021 09:23 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૧માં સૌથી વધુ કમાણી કરનાર લિસ્ટમાં પહેલા ક્રમે ‘જેમ્સ બૉન્ડ’

ડ્વેઇન જૉન્સનને પછાડ્યો ડૅનિયલ ક્રૅગે

ડ્વેઇન જૉન્સનને પછાડ્યો ડૅનિયલ ક્રૅગે


હૉલીવુડનો હીરો ડૅનિયલ ક્રૅગ ૨૦૨૧માં સૌથી વધુ કમાણી કરનાર હીરો બન્યો છે. ‘વરાઇટી’ મૅગેઝિન દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટ મુજબ તેણે ડ્વેઇન જૉન્સનને પાછળ છોડ્યો છે. જેમ્સ બૉન્ડની ફિલ્મોમાં કામ કરનાર ડૅનિયલે આ વર્ષે ‘નાઇવ્સ આઉટ 2’ અને ‘નાઇવ્સ આઉટ 3’ દ્વારા ૧૦૦ મિલ્યન ડૉલર એટલે કે ૭૪૩ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ડ્વેઇન જૉન્સને ઍમેઝૉન પ્રાઇમની હૉલિડે થીમ ફિલ્મ ‘રેડ વન’ દ્વારા ૫૦ મિલ્યન ડૉલર એટલે કે ૩૭૧ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ત્રીજા ક્રમે ૪૦ મિલ્યન ડોૉલર એટલે કે ૨૯૭ કરોડ રૂપિયા સાથે વિલ સ્મિથ (કિંગ રિચર્ડ) અને ડેન્ઝલ વૉશિંગ્ટન (ધ લિટલ થિન્ગ્સ) છે. ત્યાર બાદ ૩૦ મિલ્યન ડૉલર એટલે કે ૨૨૩ કરોડ રૂપિયા સાથે લિયોનાર્ડો ડિકૅપ્રિયો અને માર્ક વૉલબર્ગ અનુક્રમે ‘ડોન્ટ લુક અપ’ અને ‘સ્પેન્સર કૉન્ફિડેન્શિયલ’ માટે નંબર આવે છે. છઠ્ઠા ક્રમે જેનિફર લૉરેન્સનો ‘ડોન્ટ લુક અપ’ માટે ૨૫ મિલ્યન ડૉલર એટલે કે ૧૮૫ કરોડ રૂપિયા સાથે સમાવેશ થાય છે


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2021 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK