Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હૉલીવુડની હસ્તીઓ સાથે કામ કર્યું હિમેશ પટેલે

હૉલીવુડની હસ્તીઓ સાથે કામ કર્યું હિમેશ પટેલે

17 December, 2021 03:16 PM IST | Mumbai
Sonia Lulla

‘ડોન્ટ લુક અપ’માં કામ કર્યાની સાથે તેણે લિયોનાર્ડો અને જેનિફર લૉરેન્સ સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરી

હિમેશ પટેલ

હિમેશ પટેલ


બ્રિટિશ સોપઑપેરા ‘ઈસ્ટએન્ડર્સ’માં જોવા મળેલા હિમેશ પટેલનું કહેવું છે કે તેની સ્ટોરી જેવી છે એવી દરેક વ્યક્તિને તેના ગ્રૅન્ડ ચિલ્ડ્રનને કહેવા નથી મળતી. હિમેશ પટેલે હસતાં કહ્યું હતું કે ‘હું મારા ગ્રૅન્ડ ચિલ્ડ્રનને કહી શકીશ કે હું મેરિલ સ્ટ્રીપને મળી ચૂક્યો છું.’
ઇન્ડિયન ફૅમિલીમાં જન્મેલા હિમેશે ઍડમ મૅકકેની ‘ડોન્ટ લુક અપ’માં કામ કર્યું છે જેમાં તેની સાથે લિયોનાર્ડો ડિકૅપ્રિયો, જેનિફર લૉરેન્સ, ટિમોથી ચૅલમૅટ અને એરિયાના ગ્રાન્ડેએ કામ કર્યું છે. નેટફ્લિક્સની આ સાયન્સ ફિક્શન કૉમેડી ફિલ્મમાં મેરિલ સ્ટ્રીપ પણ છે, પરંતુ હિમેશને તેમની સાથે સ્ક્રીન શૅર કરવાનો ચાન્સ નથી મળ્યો. આ વિશે વાત કરતાં હિમેશે કહ્યું કે ‘મેં લિયો અને જેનિફર સાથે કામ કર્યું છે. લિયો ખૂબ મહેનતુ અને કમિટેડ ઍક્ટર છે. અમે કેવી રીતે દૃશ્યને ઇમ્પ્રૂવ કરી શકીએ એ માટે તેની પાસે આઇડિયાઝ હોય છે અને એ એકદમ યોગ્ય હોય છે. તે લોકો માટે એક ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે.’
આ શોમાં ખગોળશાસ્ત્રી માનવજાતને કહે છે કે કેવી રીતે એક તારો પૃથ્વી તરફ આવી રહ્યો છે અને એ કેવી રીતે તબાહી મચાવશે. આ વિશે હિમેશે કહ્યું કે ‘કૉમેડીમાં ફૅમિલિયર કન્સેપ્ટને ટ્વિસ્ટ કરીને રજૂ કરવું જરૂરી છે. ઍડમનું પોતાનું વિઝન હતું, પરંતુ તે બધા પાસે તેમનાં મંતવ્યો પણ સાંભળતો હતો.’
પ્રિયંકા ચોપડા જોનસે ઇન્ટરનૅશનલ ફેમ મેળવ્યું છે. અનુપમ ખેર અને કુણાલ નાયર જેવા ઘણા લોકોએ બ્રાઉન ઍક્ટર્સ માટે હૉલીવુડમાં પોતાને સાબિત કરવા માટે દરવાજા ખોલ્યા છે. હિમેશે પણ સ્વીકાર્યું છે કે તે એવા સમયે કામ કરી રહ્યો છે જ્યારે ફિલ્મમેકર્સ ખુલ્લા વિ​ચાર ધરાવતા હોય છે અને એનાથી તેને પણ ફાયદો થયો છે. જોકે તેનું માનવું છે કે હજી ઘણા દરવાજા ખોલવાના બાકી છે. આ વિશે હિમેશે કહ્યું કે ‘હું કેટલાક અવરોધોને તોડવાની કોશિશ કરી રહ્યો છું. બ્રિટન અને ઇન્ડિયાનો એક ઇતિહાસ રહ્યો છે અને હજી ઘણી સ્ટોરીઝ છે જે કહેવાની બાકી છે. આશા રાખું છું કે એવી સ્ટોરી કહેવામાં આવે.’


Whatsapp-channel Whatsapp-channel

17 December, 2021 03:16 PM IST | Mumbai | Sonia Lulla

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK