Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પેન્ડેમિકમાં પણ પૈસાનો વરસાદ

પેન્ડેમિકમાં પણ પૈસાનો વરસાદ

10 August, 2021 09:35 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘બ્લેક વિડો’ અને ‘ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ 9’એ 2021માં કર્યો છે શાનદાર બિઝનેસ

પેન્ડેમિકમાં પણ પૈસાનો વરસાદ

પેન્ડેમિકમાં પણ પૈસાનો વરસાદ


2021માં જો કોઈ ફિલ્મે રેકોર્ડબ્રેક બિઝનેસ કર્યો હોય તો એ છે ‘બ્લેક વિડો’ અને ‘ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ 9’. ફિલ્મોમાં જે પ્રકારે સ્ટન્ટ્સ દેખાડવામાં આવ્યા છે એ અવર્ણનિય છે. ‘ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ 9’ની તમામ ફિલ્મોએ લોકોને પોતાની તરફ આકર્ષિત કરી છે. એમાં દેખાડવામાં આવેલ દિલધડક ઍક્શન એનું ખાસ આકર્ષણ છે. 2020થી દેશ અને દૂનિયામાં કોરોનાની મહામારીને કારણે લૉકડાઉન લાગી ગયુ છે. જોકે ભારતમાં આ ફિલ્મ 5 ઑગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થઈ છે. ફિલ્મને ઇન્ગ્લીશ, હિન્દી, તામિલ, તેલુગુ અને કન્નડમાં રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મમાં વિન ડિઝલ અને જૉન સીના સહિત અનેક સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. આ ફિલ્મે રિલીઝ થયાના અત્યાર સુધીમાં બૉક્સ-ઑફિસ પર 171 મિલ્યન ડૉલરનો બિઝનેસ કર્યો છે. ‘બ્લેક વિડો’ હજી ઇન્ડિયામાં રિલીઝ નથી થઈ અને આ સાયન્સ-ફિક્શન ફિલ્મે દૂનિયાનાં અનેક દેશોમાં લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે. ફિલ્મને ભારતમાં પણ રિલીઝ કરવામાં આવશે. જોકે તારીખ હજી સુધી નક્કી નથી કરવામાં આવી. ફિલ્મમાં સ્કાર્લેટ જૉન્સન અને ડેવિડ હાર્બર સહિત અદ્દભુત કલાકારો પોતાનું પર્ફોર્મન્સ દેખાડી રહ્યા છે. આ ફિલ્મે રિલીઝ થતા અત્યાર સુધી 174 મિલ્યન ડૉલરનું કલેક્શન કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2021 09:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK