૪ સપ્ટેમ્બરે આયોજિત થનાર આ ઇવેન્ટમાં વિશ્વભરના ફૅન્સ સામેલ થઈ શકશે
આલિયા ભટ્ટ અને જેમી ડૉર્નન
વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સના આગામી ‘TUDUM’ નામના ફૅન ફેસ્ટિવલની જાહેરાત આલિયા ભટ્ટે તેના ‘હાર્ટ ઑફ સ્ટોન’ના કો-સ્ટાર જેમી ડૉર્નન સાથે મળીને કરી છે. એનો પ્રોમો આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. એમાં અન્ય સ્ટાર્સ પણ આવીને આ ફેસ્ટિવલ વિશે જણાવે છે. ૨૪ સપ્ટેમ્બરે આયોજિત થનાર આ ઇવેન્ટમાં વિશ્વભરના ફૅન્સ સામેલ થઈ શકશે. આ વર્ષની આ ઇવેન્ટમાં આલિયાની સાથે રાજકુમાર રાવ અને આદર્શ ગૌરવ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.