Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટૅલન્ટ એજન્સી, બ્રૅન્ડે ડ્રૉપ કર્યા બાદ કાન્યે વેસ્ટની ડૉક્યુમેન્ટરી પણ પડતી મુકાઈ

ટૅલન્ટ એજન્સી, બ્રૅન્ડે ડ્રૉપ કર્યા બાદ કાન્યે વેસ્ટની ડૉક્યુમેન્ટરી પણ પડતી મુકાઈ

26 October, 2022 04:13 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાન્યેએ હાલમાં જ યહૂદીઓ વિરોધી કમેન્ટ કરી હતી

કાન્યે વેસ્ટ

કાન્યે વેસ્ટ


કાન્યે વેસ્ટને તેની ટૅલન્ટ એજન્સી કંપનીએ પડતો મૂક્યો છે તેમ જ એડિડાસ દ્વારા પણ તેની સાથેની પાર્ટનરશિપને તોડી નાખવામાં આવી છે. આ સાથે જ કાન્યે વેસ્ટની ડૉક્યુમેન્ટરી પણ હવે પડતી મુકાઈ છે. કાન્યેએ હાલમાં જ યહૂદીઓ વિરોધી કમેન્ટ કરી હતી. કાન્યે વેસ્ટ છેલ્લા ઘણા સમયથી કન્ટ્રોવર્સીમાં રહે છે. તેની કમેન્ટને કાણે તેનું ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર રિસ્ટ્રિક્ટ કરી દેવામાં આવ્યું હતું. કાન્યેને રેસિસ્ટ કહેવામાં આવી રહ્યો છે તેમ જ તેની કમેન્ટ સોસાયટીમાં લોકો વચ્ચે નફરત પેદા કરનારી હોવાથી તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હૉલીવુડની પણ ઘણી સેલિબ્રિટીએ તેનો વિરોધ કર્યો હતો. કેટલીક સેલિબ્રિટીએ તો એમ પણ કહ્યું હતું કે તે માનસિક રીતે બીમાર છે.


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2022 04:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK