° °

આજનું ઇ-પેપર
Monday, 29 November, 2021


અમદાવાદમાં રેસ્ટોરાં શરૂ કરી રહી છે શેફાલી શાહ

10 November, 2021 10:21 AM IST | Mumbai | Harsh Desai

તેની કુકિંગ હૉબીને હવે તે ‘જલસા’ દ્વારા બિઝનેસમાં રૂપાંતર કરી રહી છે

શેફાલી શાહ

શેફાલી શાહ

શેફાલી શાહ હવે ઍક્ટિંગની સાથે એક નવી જર્નીની શરૂઆત કરવા જઈ રહી છે. તેને કુકિંગ ખૂબ જ પસંદ છે અને એથી જ તે હવે એક રેસ્ટોરાં શરૂ કરવાની છે. તેને ઍક્ટિંગની સાથે રાઇટિંગ અને પે​ઇન્ટિંગનો શોખ છે. તે ફૂડી હોવાથી તેને જ્યારે પણ સમય મળે છે ત્યારે તે કુકિંગ કરે છે. તેના આ શોખને હવે તે હૉસ્પિટલિટી બિઝનેસમાં રૂપાંતરિત કરી રહી છે. તે હવે અમદાવાદમાં હૉસ્પિટલિટી પ્રોફેશનલ નેહા બસ્સી સાથે મળીને થીમ-બેઝ્‍ડ રેસ્ટોરાં ‘જલસા’ શરૂ કરી રહી છે. આ રેસ્ટોરાંમાં ડેકોરથી કટલરી અને રેસિપીથી લઈને પ્રેઝન્ટેશન સુધીની દરેક બાબતમાં શેફાલીએ પોતે ઇન્ટરેસ્ટ લીધો છે. તેની આર્ટ પ્રત્યેની સમજશક્તિનો રેસ્ટોરાંમાં ઉપયોગ કર્યો છે. તે શૂટિંગ કરવાની સાથે તેની રેસ્ટોરાંના ઇન્ટીરિયરને ડિઝાઇન કરવામાં પણ ઘણી વ્યસ્ત હતી. તેણે તેની રેસ્ટોરાંની દીવાલ પર હૅન્ડ પેઇન્ટિંગ પણ કર્યું હતું અને લોકોને પસંદ પડે એવું એમ્બિયન્સ બનાવવાની કોશિશ કરી છે. આ વિશે શેફાલીએ કહ્યું હતું કે ‘લાઇફને સેલિબ્રેટ કરવી એ મારી માન્યતા છે. ફૅમિલી, ફ્રેન્ડ્સ, ફૂડ, ફન, મ્યુઝિક, ડાન્સ અને અન્ય બાબતોનો સમાવેશ એટલે ‘જલસા’. જલસા માત્ર રેસ્ટોરાં નથી, એક અનુભવ છે. નામની જેમ જલસા દરેકને એ અનુભવ આપશે. ગ્લોબલ ડિઝાઇન અને ફૂડ ટ્રેન્ડ્સની સાથે ઇન્ડિયન ફૂડનો સમાવેશ કરવામાં આવ્યો છે. જલસામાં સારો સમય અને સારા ફૂડનો ક્યારેય અંત નહીં આવે. જલસા એક બફેટ રેસ્ટોરાં છે જેમાં ઇન્ડિયાનાં જુદાં-જુદાં રાજ્યોની ડિશની સાથે ઇન્ટરનૅશનલ ફૂડનો સમાવેશ કરવામાં આવ્યો છે. જલસા એ ફૂડ, ફન અને સાથે હોવાનો એક કાર્નિવલ છે. ફેરિસ વ્હીલ્સ, ઍસ્ટ્રોલોજર્સ, મેંદી આર્ટિસ્ટ, ફનફેર ગેમ્સ વગેરેનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ફરી કહું છું કે જલસા ફક્ત રેસ્ટોરાં નથી, એ એક ખુશીને મસૂસ કરવાનો અનુભવ છે.’

10 November, 2021 10:21 AM IST | Mumbai | Harsh Desai

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

કોમેડી કિંગ જોની લીવરે ૨૧મુ ટિફિન ફેમ નીલમ પંચાલને મારી ટાપલી

ખરેખર વાત એમ છે કે નીલમે એક ખૂબ જ વાયરલ મ્યુઝિક પર જોની લીવર સાથે રીલ શેર કરી છે.

27 November, 2021 02:01 IST | Mumbai | Karan Negandhi
ઢોલીવૂડ સમાચાર

ગોવામાં ‘૨૧મું ટિફિન’

આ ફિલ્મની સ્ટોરી મહિલાઓની આસપાસ ફરે છે, જેઓ ટિફિન બિઝનેસ ચલાવતી હોય છે. આ ફિલ્મને ગોવામાં વધાવી લેવામાં આવી હતી.

24 November, 2021 03:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઢોલીવૂડ સમાચાર

નાટ્યકારોએ સાબિત કરવું પડશે કે જીવનમાં નાટકનું કેટલું મહત્વ છે, જાણો શા માટે?

ગુજરાતી ભાષાને જાળવી રાખવા માટે નાટકો ખુબ જ જરૂરી છે.

20 November, 2021 09:25 IST | mumbai | Nirali Kalani

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK