° °

આજનું ઇ-પેપર
Thursday, 16 September, 2021


‘કમલેશ મોતા - એક પાત્રીય ગુજરાતી આંતરરાષ્ટ્રીય ડિજિટલ સ્પર્ધા’ના પરિણામ જાહેર

06 September, 2021 07:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

૧૩૮ સ્પર્ધકોને ચાર વિભાગમાં વહેચવામાં આવ્યા હતા; બે વિભાગમાં કરાયું સર્પ્ધાનું આસયોજન

કમલેશ મોતા

કમલેશ મોતા

ભારતીય વિદ્યા ભવન, કલા કેન્દ્ર, મુંબઈના ડાયરેક્ટર ઓફ પ્રોગ્રામ તરીકે ૧૭ વર્ષ ફરજ બજાવનાર ગુજરાતી રંગભૂમિના નિર્માતા તેમજ દિગ્દર્શક તરીકે નામના અને પ્રતિષ્ઠા મેળવનાર કમલેશ મોતા (Kamlesh Mota)નું ગત વર્ષે ૬ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ નિધન થયું હતું. તાજેતરમાં તેમની યાદમાં ‘કમલેશ મોતા - એક પાત્રીય ગુજરાતી આંતરરાષ્ટ્રીય ડિજિટલ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પરિણામો જાહેર થઈ ગયા છે.

‘કમલેશ મોતા - એક પાત્રીય ગુજરાતી આંતરરાષ્ટ્રીય ડિજિટલ સ્પર્ધા’નો મુળ ઉદ્દેશ ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી રંગભૂમિને ડિજિટલ માધ્યમ દ્વારા જીવંત રાખવાનો હતો. સ્પર્ધામાં દેશ-વિદેશમાંથિ ૧૩૮ એન્ટ્રી આવી હતી. સ્પર્ધકોને ચાર વિભાગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. પ્રથમ વર્ગમાં ઉંમર ૭થી ૧૬, બીજા વર્ગમાં ઉંમર ૧૭થી ૩૧, ત્રીજા વર્ગમાં ઉંમર ૩૧થી ૫૦ અને ચોથા વર્ગમાં ૫૧ વર્ષથી ઉપરના સ્પર્ધકો. સ્પર્ધાને બે ચરણોમાં યોજવામાં આવી હતી. પ્રથમ ચરણમાં નિર્ણાયકો હતા ગુજરાતી રંગભૂમિના અનુભવી કલાકાર-કસબીઓ સોનાલી ત્રિવેદી, દિલીપ રાવલ અને હુસેની દવાવાલા. દરેક વિભાગમાંથી ૧૦ સ્પર્ધકોને (કુલ ૪૦ સ્પર્ધકોને) અંતિમ ચરણમાં મોકલવામાં આવ્યા હતા. અંતિમ ચરણમાં ગુજરાતી રંગભૂમિના વરિષ્ઠ કલાકાર કસબીઓ દિનકર જાની, વર્ષા અડાલજા અને મીનળ પટેલને નિર્ણાયક તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.

આ સ્પર્ધાના પરિણામ કમલેશ મોતાના ૫૮માં જન્મદિને પહેલી સપ્ટેમ્બરના રોજ જાહેર થયા છે.

જાણી લો આ વર્ષના વિજેતાઓન નામ :

બાળકોનાં વિભાગમાં (ઉંમર થી ૧૬ વર્ષ)

પ્રથમ પારિતોષિક : જૈનીલ ગાંધર્વ

દ્વિતીય પારિતોષિક : નિઓના સચિન શાહ, અનુષ્કા પંડ્યા

તૃતીય પારિતોષિક : ચિન્મય વ્યાસ, જય શાહ

યુવાનવયનાં વિભાગમાં (ઉંમર ૧૭થી ૩૧ વર્ષ)

પ્રથમ પારિતોષિક : રાજલ પૂજારા

દ્વિતીય પારિતોષિક : સિમરન અરોરા, પરમ શુક્લ

તૃતીય પારિતોષિક : પ્રીન્સી વોરા, ધૈર્ય ઠક્કર

મધ્યમવયના વિભાગમાં (ઉંમર ૩૨થી ૫૦ વર્ષ) 

પ્રથમ પારિતોષિક : હેતલ મોદી, કેતન કારીયા

દ્વિતીય પારિતોષિક : પુનિત લોટવાલા, મોહમ્મદ રૂપાવાલા

તૃતીય પારિતોષિક : મૌલિક ગોસ્વામી

વરિષ્ઠવયના વિભાગમાં (ઉંમર ૫૧ વર્ષથી ઉપરના)

પ્રથમ પારિતોષિક : પ્રથમ પારિતોષિક માટે નિર્ણાયકોને કોઈપણ સ્પર્ધક યોગ્ય લાગ્યું નહોતું

દ્વિતીય પારિતોષિક : ડૉ. પ્રીતિ જરીવાલા, યામિની પટેલ

તૃતીય પારિતોષિક : જ્યોતિ શાહ, ઇલા પંચલોઠીયા

સ્પર્ધાનું આયોજન અપરામી મોતા, બાબુલ ભાવસાર, દિલીપ રાવલ, સોનાલી ત્રિવેદી, પ્રફુલ પરબે કર્યું હતું. સ્પર્ધાનાં માર્ગદર્શક હતા ગુજરાતી રંગભૂમિના વરિષ્ઠ નિર્માતા, કલાકાર અને પત્રકાર નિરંજન મહેતા. હવે આ સ્પર્ધાનું આયોજન દર વર્ષે કરવામાં આવશે તેમ આયોજકોએ જણાવ્યું હતું.

06 September, 2021 07:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

સ્કૅમ 1992 ફેમ અંજલી બારોટે ગુજરાતી ફિલ્મ `ચબુતરો` વિશે મિડ-ડે સાથેે કરી વાતચીત

સ્કૅમ 1992 ફેમ અંજલી બારોટે તેની આગામી ફિલ્મ ચબુતરો ને લઈ મિડ-ડે ડૉટ કોમ સાથે ખાસ વાતચીત કરી હતી.

15 September, 2021 10:23 IST | mumbai | Nirali Kalani
ઢોલીવૂડ સમાચાર

એવોર્ડ વિનિંગ ગુજરાતી ફિલ્મ ‘એકવીસમું  ટિફિન’નું ટીઝર આઉટ

નિલમ પંચાલ, નેત્રી ત્રિવેદી અને રોનક કામદાર અભિનિત આ ફિલ્મનો સ્ક્રિન પ્લે રામ મોરી તથા વિજયગીરી બાવાએ સાથે મળીને લખ્યો છે.

14 September, 2021 05:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઢોલીવૂડ સમાચાર

Ganesh Chaturthi 2021 : ઢોલીવૂડ સેલેબ્ઝે કર્યા ગણપતિ બાપ્પાને યાદ

સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને આપી શુભેચ્છાઓ

10 September, 2021 06:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK