° °

આજનું ઇ-પેપર
Sunday, 05 February, 2023


રોનક કામદાર-દીક્ષા જોશીના સંબંધમાં આવે છે ‘લકીરો’, જુઓ ટ્રેલર

29 November, 2022 05:07 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આજે અમદાવાદમાં યોજાયું ટ્રેલર લૉન્ચ ઇવેન્ટ

‘લકીરો’ના ટ્રેલર લૉન્ચમાં દીક્ષા જોશી, રોનક કામદાર અને ડૉ. દર્શન અશ્ચિન ત્રિવેદી Trailer Launch

‘લકીરો’ના ટ્રેલર લૉન્ચમાં દીક્ષા જોશી, રોનક કામદાર અને ડૉ. દર્શન અશ્ચિન ત્રિવેદી

રોનક કામદાર (Raunaq Kamdar) દીક્ષા જોશી (Deeksha Joshi) અભિનિતી ફિલ્મ ‘લકીરો’ (Lakiro)નું આજે ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મ આવતા વર્ષે એટલે કે, છ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

‘લકીરો’ રૉમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. ફિલ્મમાં રોનક અને દીક્ષાની સાથે નેત્રી ત્રિવેદી (Netri Trivedi), શિવાની જોશી (Shivani Joshi), વિશાલ શાહ (Vishal Shah) અને ધર્મેશ વ્યાસ (Dharmesh Vyas) છે. ફિલ્મનું લેખન અને દિગ્દર્શન ડૉ. દર્શન અશ્ચિન ત્રિવેદી (Dr. Darshan Ashwin Trivedi)એ કર્યું છે.

અહીં જુઓ ‘લકીરો’નું ટ્રેલર :

ટ્રેલરમાં જોઈ શકાય છે કે, રિષી (રોનક) અને રિચા (દીક્ષા) પ્રેમમાં પડે છે અને પછી આ પ્રેમ લગ્ન સંબંધમાં પરિણમે છે. પરંતુ લગ્ન પછી પ્રેમ અને જવાબદારીનું બેલેન્સ કરવામાં આ યંગ કપલ શું-શું અનુભવી રહ્યું છે તેની રોલર કોસ્ટર રાઇડ છે. આ ફિલ્મ લાગણીઓ, સંબંધ અને પ્રેમની લાગણીઓ દર્શાવે છે. એક રૉમેન્ટિક ડ્રામા ફિલ્મ છે તે ટ્રેલરમાં જોઈ શકાય છે.

ટ્રેલર લૉન્ચ પ્રસંગે ફિલ્મના લેખક-દિગ્દર્શક ડૉ. દર્શન અશ્ચિન ત્રિવેદીએ કહ્યું હતું કે, ‘આ ફિલ્મ ખરેખર મારા હૃદયની નજીક છે અને અમુક સાચી ઘટનાઓ પરથી પ્રેરિત છે. મેં આ ફિલ્મને સંબંધ, પ્રેમ અને લાગણીઓના અનોખા અભિગમ સાથે બનાવી છે. મારું જે વિઝન હતું તેને પડદા પર સાકાર કરવામાં સ્ટાર કાસ્ટ અને ટીમે જબરજસ્ત મહેનત કરી છે.’

આ પણ વાંચો – લકીરો : રોનક કામદાર અને દીક્ષા જોશીની લવ સ્ટોરી છે કંઈક આવી, જુઓ ટિઝર

‘લકીરો’ રાજયોગી પ્રોડક્શન્સ દ્વારા ટ્વેન્ટી21 સ્ટુડિયોના સહયોગમાં બનાવવામાં આવી છે. ફિલ્મનું નિર્માણ સ્નેહ શાહ, પ્રણવ જોશી, દર્શન અશ્વિન ત્રિવેદી, સૂર્યવીર સિંહ, ભરત મિસ્ત્રી અને હેમેશ પટેલે કર્યું છે.

‘લકીરો’ છ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ રિલીઝ થશે.

29 November, 2022 05:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

વિજયગીરી બાવા એન્ડ ટીમ લઈને આવી રહ્યાં છે એક ઐતિહાસિક ફિલ્મ

૨૦૨૩ ડિસેમ્બરમાં રિલીઝ થશે અનટાઇટલ્ડ ફિલ્મ : શૂટિંગ પણ બહુ જલ્દી શરુ થશે

30 January, 2023 03:34 IST | Mumbai | Rachana Joshi
ઢોલીવૂડ સમાચાર

ડૉક્યુમેન્ટરી કી દુનિયા મેં આપકા સ્વાગત હૈ

ડિજિટલ પ્લૅટફૉર્મ પર ચાલતી ગાળની ભરમાર સામે ડૉક્યુમેન્ટરીનું વર્લ્ડ એટલું નૉલેજથી છલોછલ છે જે જોતી વખતે તમને ખરેખર અંદરથી સમૃદ્ધ થયાની ખુશી મળે

29 January, 2023 12:20 IST | Mumbai | Bhavya Gandhi
ઢોલીવૂડ સમાચાર

મારા ખરાબ સમયમાં પણ મારા ફૅન્સ મારી સાથે રહ્યા હતા : જિમિત ​ત્રિવેદી

જિમિત ​ત્રિવેદીએ હિન્દી અને ગુજરાતી ફિલ્મોની સાથે ટીવી સિરિયલ અને નાટકોમાં પણ કામ કર્યું છે

29 January, 2023 12:20 IST | Mumbai | Harsh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK