Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોકોનટ થિયેટરની ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-૩ પ્રતીક ગાંધીએ માંડી વાત

કોકોનટ થિયેટરની ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-૩ પ્રતીક ગાંધીએ માંડી વાત

21 April, 2021 12:18 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સુરતથી ૨૦૦૪માં મુંબઈ આવ્યા લગભગ ૧૫ વર્ષથી ગુજરાતી નાટ્ય જગત સાથે  સંકળાયેલા પ્રતીક ગાંધીનું નાટક જોયા બાદ ગીરેશ દેસાઈએ પીઠ થાબડી હતી અને કહ્યું કે “આ છોકરો ભવિષ્યમાં કંઈક બનશે.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


પ્રતીક ગાંધી આ નામ આજના દરેક યુવાનનાં મોઢે છે. “સ્કેમ” ૧૯૯૨ હર્ષદ મહેતા. માં હર્ષદ મહેતાની ભૂમિકામાં જે કલાકારને બધા ઓળખે છે. જે કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-૩માં એમના દુનિયા આખાના ફેન્સની સામે લાઈવ આવ્યા અને એમના રંગભૂમિના અનુભવો અને એમના જીવનમાં થિયેટરનું મહત્વ આ વિષે વિસ્તારથી વાત કરી. 
ગુજરાતી રંગભૂમિના યુવાન કલાકાર પ્રતીક ગાંધી મૂળ સુરતના છે એમના કહેવા પ્રમાણે કલાકાર જીવ તો એ નાનપણથી હતા. ૪થા ધોરણમાં હતા ત્યારથી જ એમણે એક્ટિંગની શરૂઆત કરી દીધી હતી. એ ઉમરે પણ જે વાત એમણે વિચારી હતી એ લોકો સુધી પહોચી અને બધાએ તાળી પાડી એ વાતનો આનંદ થયો. ત્યારબાદ સ્ટેજ સાથે અતુટ સંબંધ બંધાઈ ગયો.  ૬ ઠ્ઠા ધોરણમાં નૃત્ય નાટિકા કરી. નટખટ જયુ સાથે પહેલું ફૂલ લેન્થ નાટક કર્યું “આઝાદીની ગૌરવ ગાથા.”
સુરતથી ૨૦૦૪માં મુંબઈ આવ્યા લગભગ ૧૫ વર્ષથી ગુજરાતી નાટ્ય જગત સાથે  સંકળાયેલા પ્રતીક ગાંધીનું નાટક જોયા બાદ ગીરેશ દેસાઈએ પીઠ થાબડી હતી અને કહ્યું કે “આ છોકરો ભવિષ્યમાં કંઈક બનશે. સારો કલાકાર થશે.” પ્રતીકનાં જણાવ્યા પ્રમાણે સ્ટેજ દ્વારા ઘણું શીખવા મળ્યું ખાસ કરીને આપણે જે કઈ બોલીએ છીએ એને જો સમજી વિચારી અને ફીલ કરીને બોલીએ તો લોકો સુધી પહોચે જ છે અને ફિલ વગરની લાઈનોને લોકો તરત પકડી પાડે છે. મૂળ તો પ્રતીક એન્જીનીયર છે એટલે કોર્પોરેટ જગતમાં કામ કર્યાનો અનુભવ જણાવતા કહે છે કે સામેવાળાના ઈગોને હર્ટ કર્યા વગર આપણે આપણી વાત એમના સુધી પહોચાડવાની કળા શીખવી પડે. એક એક્ટર તરીકે ઈમોશનલ હોવું ઘણું સારું એ કલાકારનો પ્લસ પોઈન્ટ કહેવાય. ઈમોશન ક્રિએટ કરી શકો તો ટીવી, થીયેટર, સીરીયલ, ફિલ્મ દરેક  ક્ષેત્રે સફળતા મળી શકે. થીયેટરમાં બીજી એક વાત શીખવા મળી ડીસીપ્લીન. જેમ આર્મીમાં ડીસીપ્લીન હોય એમ થીયેટરમાં પણ ડીસીપ્લીન ખુબ જ કામ આવે. કલાકારને પોતાની લિમીટ ખબર હોવી જોઈએ. રંગમંચ એ કલાકાર માટેનું રીયાઝ કરવાન સ્થળ કહી શકો જ્યાં કલાકાર પોતાની જાતને વધુ ધારદાર બનાવી શકે છે. કલાકાર રંગમંચ પર પ્રેક્ષકોની સામે અભિનય કરતો હોય છે અને એના પરફોર્મન્સનો તરત જ પ્રત્યુત્તર મળતો હોય છે. તાળી, લાફ્ટર, વાહ વાહ, કે પછી દાદ આપતા જ ખબર પડે કે તમે પ્રેક્ષકની કેટલા નજીક છો. 
સ્ટેજ પર સૌથી વધુ શું કરવું ગમે ? એના જવાબમાં પ્રતીક ગાંધીએ જણાવ્યું કે એને મોનોલોગ, એકપાત્રી અભિનય કરતી વખતે આખા સ્ટેજ પર એકલા હોવા છતાય પ્રેક્ષકને જકડી રાખવાની ક્ષમતા શીખવા મળે. ઓડીશન કેમ આપવા એના જવાબ માં પ્રતીકે કહ્યું કે સામેવાળા જેમ કહે તેમ ઓડીશન અપાય પણ ત્યારબાદ તમે જેમ વિચાર્યું હોય એમ પણ ઓડીશન આપવું જોઈએ માત્ર સામેવાળાના ઈગોને હર્ટ કર્યા વિના એમને તમારી વાત સમજાવવી જોઈએ. વેબ સીરીઝ અને સ્ટેજ બન્ને માં કામ કરતી વખતે પ્રતિક ગાંધી માં બે વ્યક્તિ જીવે છે એક તો સ્વયં પ્રતીક ગાંધી અને બીજો એ કલાકાર જેનું પાત્ર એ ભજવે છે. 


લાઈવ સેશન દરમ્યાન વિદેશના યુવાન ફેન્સને ખાસ જણાવ્યું કે નાટકનાં દરેક શો પહેલા સ્ટેજનો પડદો ખુલતા પહેલા અને પડદો ખુલ્યા બાદની નર્વસ નેસને એડવાન્ટેજ માં ફેરવતા દરેક કલાકારે શીખવું જોઈએ. પોતાના માનીતા અને ગુરુ તુલ્ય લેખક દિગ્દર્શક મનોજ શાહ પાસેથી ઘણું શીખવા મળ્યું છે અને મકરંદ દેશપાંડે જેવા ક્રિયેટીવ દિગ્દર્શક પાસે એક જ વાત અલગ અલગ રીતે જાણવાનો અનુભવ પણ રહ્યો છે. 
કોવીડ કાળ બાદ રંગભૂમિનો સમય કેવો રહેશે ? એના જવાબમાં પ્રતીકે એના ફેન્સ ને જણાવ્યું કે ગુજરાતી રંગભૂમિનો આવનારો સમય પણ ખુબ જ સારો હશે. થિયેટરે પણ નવા પ્રેક્ષકો માટે સારા નાટકોની તૈયારી કરવી પડશે. સારી સ્ક્રીપ્ટની ડિમાન્ડ રહેશે.  
યુવાનોના આદર્શ એવા પ્રતિક ગાંધીને ચાહનારો એક આગવો જ પ્રેક્ષક વર્ગ આખા જગતમાં છે જે કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-૩ ઇન એસોશિયન વિથ ticketninja.in માં જોડાયો. તમે જો પ્રતિક ગાંધી અને બીજા ગુજરાતી રંગભૂમિનાં અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે ૬;૦૦ વાગ્યે જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં લતેશ શાહ, સુજાતા મહેતા, પ્રવીણ સોલંકી, મિહિર ભુતા જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.
       


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2021 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK