° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


મહેશ બાબુના ભાઈ રમેશ બાબુનું લાંબી માંદગી બાદ થયું નિધન

10 January, 2022 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મહેશ બાબુને કોવિડ થયો છે, તે ક્વૉરન્ટીન છે

મહેશ બાબુ, ભાઈ રમેશ બાબુ

મહેશ બાબુ, ભાઈ રમેશ બાબુ

મહેશ બાબુના મોટા ભાઈ રમેશ બાબુનું ૫૬ની ઉંમરે લાંબી માંદગી બાદ અવસાન થયું છે. રમેશ બાબુએ ૧૨ વર્ષની ઉંમરે ઍક્ટિંગ શરૂ કરી દીધી હતી. તેમણે ‘બાઝાર રાઉડી’ જેવી ફિલ્મમાં યાદગાર પર્ફોર્મન્સ આપ્યો હતો. બાદમાં તેમણે ફિલ્મો પ્રોડ્યુસ કરવાનું શરૂ કર્યું હતું. તેમના નિધનના સમાચાર મળતાં જ અનેક લોકો શોક વ્યક્ત કરી રહ્યા છે. મહેશ બાબુને કોવિડ થયો છે. તે ક્વૉરન્ટીન છે. એવામાં તેના માટે ભાઈના નિધનના સમાચાર વધુ દુઃખદાયક છે. ભાઈનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મહેશ બાબુએ કૅપ્શન આપી હતી ‘તમે મારી પ્રેરણા રહ્યા છો. તમે મારી સ્ટ્રેંગ્થ રહ્યા છો. તમે મારી હિમ્મત રહ્યા છો. તમે મારું સર્વસ્વ રહ્યા છો. જો તમે ન હોત તો હું આજે જે છું એનો અડધો ભાગ પણ ન હોત. તમે મારા માટે જે પણ કર્યું છે એના માટે આભાર. હવે આરામ કરો. તમે હંમેશાં મારા ‘અન્ના’ રહેશો. હંમેશાં તમને પ્રેમ કરતો રહીશ.’
તો બીજી તરફ શોક વ્યક્ત કરતા ટ્વિટર પર ચિરંજીવીએ ટ્વીટ કર્યું હતું ‘શ્રી જી. રમેશ બાબુના નિધન વિશે સાંભળીને દુઃખ અને આંચકો લાગ્યો છે. શ્રી ક્રિષ્ના ગારુ અને મહેશ બાબુ અને તેમના પરિવારને સંકટની આ ઘડીમાં ઈશ્વર સામર્થ્ય આપે.’

10 January, 2022 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

જાતિવાદનો ભેદભાવ સમાજમાં ઘર કરી ગયો છે : પ્રતીક ગાંધી

હું એટલું જ ચાહું છું કે જેમ બને એમ એમાંથી બહાર નીકળી જઈએ. એ વિશે સ્ટોરીને ખૂબ સરસ રીતે સ્ક્રીનપ્લેમાં ઉતારવામાં આવ્યું છે. તિગ્માંશુ ધુલિયા વસ્તુસ્થિતિને ખૂબ સારી રીતે સમજે છે.

25 January, 2022 02:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઢોલીવૂડ સમાચાર

પ્રખ્યાત ગુજરાતી ભજન હરી તું નું જગદીશ ઇટાલિયા દ્વારા રીમેક વર્જન રજૂ કરાયું

અગાઉ જગદીશ ઇટાલિયાના કંઠે ગવાયેલું આંખનો અફિણી વિડીયો સોંગ કે જેને 80 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, વાલમ આવો ને 20 લાખથી વધુ વ્યૂઝ સાથે ગુજરાતીઓની  પસંદને પામ્યા છ

18 January, 2022 07:22 IST | Surat | Partnered Content
ઢોલીવૂડ સમાચાર

Utttaran: ગુજરાતી સિતારાઓએ આ રીતે ઉજવ્યો પતંગોત્સવનો તહેવાર,જુઓ કોણે શું કર્યું?

પતંગોત્સવ માત્ર ગુજરાતીઓ જ નહીં પણ ગુજરાતી સિતારાઓ પણ ઉજવે છે. ત્યારે જાણો કયા ઢોલીવૂડ સિતારાઓ કેવી રીતે ઉજવ્યો આ નવા વર્ષનો પહેલો પર્વ.

14 January, 2022 09:47 IST | Mumbai | Shilpa Bhanushali

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK