Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જીનલ બેલાણી અને ભવ્ય ગાંધીએ `તારી સાથે` ફિલ્મ માટે બ્રેક વિના કર્યું શૂટિંગ

જીનલ બેલાણી અને ભવ્ય ગાંધીએ `તારી સાથે` ફિલ્મ માટે બ્રેક વિના કર્યું શૂટિંગ

14 October, 2021 03:23 PM IST | mumbai
Nirali Kalani | nirali.kalani@mid-day.com

ભવ્ય ગાંધી અને જીનલ બેલાણી સ્ટાટર ફિલ્મ ગુજરાતી સિનેમામાં મચાવશે ધુમ

તારી સાથે ફિલ્મ 15 ઓક્ટોબર એટલે કે આવતી કાલે થશે રિલીઝ

તારી સાથે ફિલ્મ 15 ઓક્ટોબર એટલે કે આવતી કાલે થશે રિલીઝ


ભવ્ય ગાંધી અને જીનલ બેલાણી એક રોમેન્ટિક ગુજરાતી ફિલ્મ `તારી સાથે` લઈને આવી રહ્યાં છે.  તારક મહેતા ફેમ ભવ્ય ગાંઘી અને ફેમસ ગુજરાતી `બસ ચા સુધી` સિરીઝની અભિનેત્રી જીનલ બેલાણી સ્ક્રિન પર સાથે જોવા મળશે. `તારી સાથે` ફિલ્મ એક લવ સ્ટોરી છે, જેમાં ભવ્ય અને જીનલનો રોમેન્સ જોવા મળશે. આ ફિલ્મને લઈ મિડ-ડે ડૉટ કોમે અભિનેત્રી જીનલ બેલાણી સાથે ખાસ વાત કરી હતી.

આ જોડી પહેલી વાર સ્ક્રીન પર સાથે આવી રહી છે. ફિલ્મમાં ભવ્ય અને જીનલ મુખ્ય ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રાકેશ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જે ગુજરાતી સિનેમામાં હલચલ મચાવી રહ્યું છે. રોમેન્ટિક ફિલ્મ લવ સ્ટોરી આવતી કાલે એટલે કે 15 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jhinal Belani (@jhinalbelani)


ફિલ્મ વિશે વાત કરતાં જીનલે જણાવ્યું હતું, ` ફિલ્મ `તારી સાથે` એક રૉમેન્ટિક લવ સ્ટોરી છે, જેમાં બે અજાણ્યા યુવક યુવતી મળે છે. ફિલ્મની નાયિકા( જીનલ બેલાણી) મુંબઈથી ગુજરાત આવે છે તે દરમિયાન તે યુવક (ભવ્ય ગાંધી)ને મળે છે. ફિલ્મનો નાયક (ભવ્ય ગાંધી) તેને આખુ શહેર ફરાવે છે. આ દરમિયાન સ્ટોરીમાં એક રૉમેન્ટિક વળાંક આવે છે કે બંને એકા બીજાને ખુબ પસંદ કરવા લાગે છે અને સ્ટારી આગળ વધે છે.` 
 
ફિલ્મના શૂટિંગ દરમિયાનનો અનુભવ શેર કરતાં જીનલે કહ્યુ, `ફિલ્મમાં અમારા બે પાત્ર સિવાય કોઈ અન્ય પાત્ર જ નથી. આખી ફિલ્મમાં નાયક અને નાયિકાનું વર્ણન કરવામાં આવ્યું છે. માત્ર અમે બે જ પાત્ર હોવાથી બ્રેક વગર સતત શૂટિંગ કરવુ પડ્યું હતુ અને આ દરમિયાન કન્ટિન્યુટી જાળવવી એક પડકાર હતો.`


આ ફિલ્મ એવી લવ સ્ટોરી છે જે પરિવાર સાથે પણ જોઈ શકાઈ છે. ફિલ્મનું શૂટિંગ વડોદરામાં કરવામાં આવ્યું છે. ફિલ્મ 2019 માં બનાવવામાં આવી હતી પરંતુ કોવિડ -19 ના કારણે તેને રિલીઝ કરવામાં આવી ન હતી. જો કે, નિર્માતાએ હવે તેને કોઈપણ કિંમતે રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે અને આમ તે હવે કાલે રિલીઝ થવા જઈ રહી છે. 

Whatsapp-channel Whatsapp-channel

14 October, 2021 03:23 PM IST | mumbai | Nirali Kalani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK