Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ વીડિયો જોઈ હેલ્લારો ફેમ નીલમ પંચાલની આંખો ભરાઈ આવી

આ વીડિયો જોઈ હેલ્લારો ફેમ નીલમ પંચાલની આંખો ભરાઈ આવી

21 October, 2021 08:41 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નિલમે આ રીલ શેર કરી કેપ્શનમાં લખ્યું કે “તેણે આકાશ તરફ જે રીતે જોયું તેનાથી મારી આંખમાં આંસુ આવી ગયા.”

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


એકંદરે સિતારાઓ સોશિયલ મીડિયા પર રમૂજી અથવા સામાજિક સંદેશ આપતા વીડિયો શેર કરતાં રહે છે. હવે આવો જ એક વીડિયો હેલ્લારો ફેમ નીલમ પંચાલે (Niilam Paanchal) શેર કર્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ ગરીબ માણસને ખોરાક પૂરો પાડી મદદ કરતો જોવા મળે છે. આ વીડિયોની કરુણતાએ નીલમ પાંચલને ગમગીન કરી દીધી હતી.

હકીકતે વાત એમ છે કે અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં દેખાય છે કે એક પિતા-પુત્ર ધોમધકતા તાપમાં રેકડી પર ભૂખ્યા પેટે સૂતા છે. એક વ્યક્તિ પાછળથી આવી ચૂપચાપ એમની બાજુમાં નાસ્તો અને ઠંડા પીણાંની બોટલ મૂકી ત્યાંથી તરત રવાના થઈ જાય છે, જેવું તે પિતાનું ધ્યાન આ તરફ પડે છે કે તરત જ તે મદદ કરનારને શોધવાનો પ્રયત્ન કરે છે અને આખરે તે મદદ ભગવાને કરી હશે તેવા હરખ સાથે આકાશમાં જુએ છે.



આ વીડિયો જોતાં અભિનેત્રીની આંખો છલકાઈ આવી હતી. નિલમે આ રીલ શેર કરી કેપ્શનમાં લખ્યું કે “તેણે આકાશ તરફ જે રીતે જોયું તેનાથી મારી આંખમાં આંસુ આવી ગયા.” તમે પણ જુઓ વીડિયો.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Niilam Paanchal ? (@niilampaanchal)


ઉલ્લેખનીય છે કે ચાહકો પણ આ વીડિયો જોઈ અને ભાવ વિભોર થઈ ગયા હતા અને દિલના ઇમોજી સાથે વીડિયો હ્રદયસ્પર્શી હોવાનું લખ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

21 October, 2021 08:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK