° °

આજનું ઇ-પેપર
Saturday, 29 January, 2022


ચાંદ વાલા મુખડા ફેમ ગુજરાતી બાદશાહ હવે સાઉથ સ્ટાર સાથે મચાવશે ધૂમ, ટૂંક સમયમાં રિલીઝ થશે ગીત

27 December, 2021 04:38 PM IST | Mumbai | Nirali Kalani

તાજેતરમાં ગુજરાતના બાદશાહ બનેલા દેવ પગલી હવે સાઉથ સ્ટાર સાથે જોવા મળશે. જેનું ચાંદ વાદ મુખડા ગીત સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યું છે.

દેવ પગલી ( તસવીરઃ ઈનસ્ટાગ્રામ)

દેવ પગલી ( તસવીરઃ ઈનસ્ટાગ્રામ)

"ચાંદ વાલા મુખડા.." સોન્ગથી જાણીતા બનેલા સિંગર દેવ પગલી હવે ગુજરાતના બાદશાહ તરીકે ઓળખાવા લાગ્યાં છે. દેવ પગલી અને જિગર ઠાકોરના આ હિન્દી સોન્ગે ઈન્સ્ટાગ્રામ પર ધમાલ મચાવી છે. ત્યારે હવે ફરી એક વાર દેવ પગલી સાઉથના સ્ટાર સાથે ધૂમ મચાવવાની તૈયારીમાં છે. 

દેવ પગલી હાલમાં સાઉથ સ્ટાર સાથે એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે. આ અંગે સિંગરે મિડ-ડે ડૉટ કોમ સાથે વાત કરતાં કહ્યું હતું કે, `આગામી સમયમાં સાઉથની ટીમ સાથે એક મ્યુઝિક આલ્બમ પર કામ કરી રહ્યો છું. જે ગીતને લઈ ખુબ જ જાણીતા કોરિયોગ્રાફર સાથે કામ કરવાની તક મળી છે. હાલમાં હું સાઉથમાં આ ગીતનું શૂટિંગ કરી રહ્યો છું. ટૂંક સમયમાં જ દર્શકો સામે આ ગીતને રિલીઝ કરવામાં આવશે.`  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dev Pagli (@iamdevpagli_rockstar)

હિન્દી સોંગ `ચાંદ વાલા મુખડા`એ હાલમાં આખા દેશમાં ધૂમ મચાવી છે. આ હિન્દી ગીત આપણા બે ગુજરાતી સિંગર્સ દેવ પગલી અને જિગર ઠાકોરે ગાયું છે. આ જોડીએ ઇન્સ્ટાગ્રામ રીલ્સ બાબતે બાદશાહને પણ પાછળ છોડી દીધા છે. આ સાથે જ દેવ પગલી ગુજરાતનો બાદશાહ બની ગયો છે. 

નોંધનીય છે કે ચાંદવાલા મુખડા સોંગની અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક 47 લાખથી વધુ રીલ્સ બની ચૂકી છે. બસ, ત્યારથી દેવ પગલી અને જીગર ઠાકોર ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. આ ગીત સોશિયલ મીડિયા પર ખુબ જ ધૂમ મચાવી રહ્યું છે. નાના બાળકોથી લઈ મોટી વયના દાદીઓ પણ આ ગીત પર રીલ્સ બનાવી રહ્યાં છે અને ગીતની મોજ માણી રહ્યાં છે. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dev Pagli (@iamdevpagli_rockstar)

દેવ પગલીએ આ ગીત કોરોના લોકડાઉન દરમિયાન લખ્યું હતું.  દેવપગલીના અંગત જીવનની વાત કરવામાં આવે તો તે બનાસકાંઠાના જિલ્લાના આસેડા ગામના વતની છે. દેવ પગલીનું સાચું નામ દેવ પુરી છે. દેવ પગલી સિંગર બન્યા તે પહેલાં ક્રિકેટર અથવા ઍક્ટર બનવાનું સપનું હતું.  

દેવ પગલીને હીરો બનવાની એટલી તલપ હતી એક વાર તેઓ ઘર છોડીને ભાગી ગયા હતા. જોકે ત્યારે ક્રિકેટર અથવા ઍકટર બનવાનું સપનું અધુરુ રહ્યું હતું. પરંતુ ચાંદ વાલા મુખડા બાદ એક હિરોની જેમ જ લોકો તેના દિવાના બની ગયા છે. 

 

 

27 December, 2021 04:38 PM IST | Mumbai | Nirali Kalani

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

ફિલ્મ ‘પુષ્પા’ ગુજરાતીમાં બને અને સુપરસ્ટાર મલ્હારને રોલ મળે તો કંઇક આવો લૂક હોય

ગુજરાતી સિને જગત નામના એક ઇન્સ્ટાગ્રામ પેજે મલ્હાર જો પુષ્પાના ગુજરાતી વર્ઝનમાં અભિનય કરે તો તેનો લૂક કંઇ આવો હોય એવી રીલ મૂકી છે. જુઓ વીડિયો.

27 January, 2022 12:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઢોલીવૂડ સમાચાર

ગુજરાતી થિયેટર્સ પ્રીમિયર લીગ આજથી

જાણીતાં નાટકોનાં નામ પરથી પાંચ ટીમ બનાવવામાં આવી છે

26 January, 2022 01:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઢોલીવૂડ સમાચાર

જાતિવાદનો ભેદભાવ સમાજમાં ઘર કરી ગયો છે : પ્રતીક ગાંધી

હું એટલું જ ચાહું છું કે જેમ બને એમ એમાંથી બહાર નીકળી જઈએ. એ વિશે સ્ટોરીને ખૂબ સરસ રીતે સ્ક્રીનપ્લેમાં ઉતારવામાં આવ્યું છે. તિગ્માંશુ ધુલિયા વસ્તુસ્થિતિને ખૂબ સારી રીતે સમજે છે.

25 January, 2022 02:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK