° °

આજનું ઇ-પેપર
Tuesday, 03 August, 2021


ગુજરાતી તખ્તાના એક યુગના કર્ટન્સ ડાઉન, અભિનેતા અરવિંદ જોશીનું નિધન

29 January, 2021 03:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતી તખ્તાના એક યુગના કર્ટન્સ ડાઉન, અભિનેતા અરવિંદ જોશીનું નિધન

અરવિંદ જોશી - તસવીર સૌજન્ય - ગુજરાતી નાટ્ય સંઘ પરિવાર

અરવિંદ જોશી - તસવીર સૌજન્ય - ગુજરાતી નાટ્ય સંઘ પરિવાર

અરવિંદ જોશી જે ગુજરાતી રંગભૂમિના સુવર્ણકાળના સાક્ષી રહ્યા છે તેમનું આજે વહેલી સવારે નિધન થયું છે. અરવિંદ જોશી જાણીતા બૉલીવુડ એક્ટર શર્મન જોશી અને અભનેત્રી માનસી જોશી રોયના પિતા છે. ગુજરાતી રંગભૂમિના અન્ય દિગ્ગજ પ્રવિણ જોશીના ભાઇ અરવિંદ જોશીએ અભિનેતા ઉપરાંત નિર્માતા, લેખક, દિગ્દર્શક તરીકે પણ કામગીરી કરી છે. તેમણે પોતાના ભાઇ પ્રવિણ જોશી સાથે ખેલંદો, રાહુ કેતુ જેવા આઇએનટી દ્વારા પ્રોડ્યુસ કરાયેલા નાટકોમાં સાથે કામ કર્યું હતું અને પ્રવિણ જોશીએ તેમને અન્ય નાટકોમાં પણ ડાયરેક્ટ કર્યા હતા. ગુજરાતી તખ્તા પર તેમની સાથે કામ કરી ચૂકેલા, તેમને અંગત રીતે જાણનારા અનેક લેખકો, ડાયરેક્ટર અને એક્ટર્સે સોશ્યલ મીડિયા પર તેમને શ્રધ્ધાંજલી આપી હતી.

DJ

તેમણે પોતે એની સુગંધનો દરિયો, બરફના ચહેરા અને દર્પણની આરપાર જેવા અનેક નાટકો લખ્યા, પ્રોડ્યુસ કર્યા અને તેમાં અભિનય પણ કર્યો હતો. જ્યારે કાંતિ મડિયા અને તેઓ બંન્ને'હુઝ લાઇફ ઇઝ ઇટ એની વે'ને અડાપ્ટ અને ડાયરેક્ટ કરવા માગતા હતા તથા તેમાં અભિનય પણ કરવા ઇચ્છતા હતા ત્યારે તેમણે એક પુરું સુકાન કાંતિ મડિયાને જ સોંપ્યું. આ પછી કાંતિ મડિયાએ તેમને આ નાટકમાં મુખ્ય અભિનેતા તરીકે કામ કરવા આમંત્ર્યા અને પોતે ડૉક્ટરનો રોલ સ્વીકાર્યો હતો.

ફિલ્મ અભિનેતા પરેશ રાવલે અરવિંદના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને ભારતીય રંગભૂમિ માટે મોટું નુકસાન ગણાવ્યું છે. પરેશ રાવેલે પોતાના ઑફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર ટ્વિટ કરીને લખ્યું છે, 'ભારતીય રંગભૂમિને મોટું નુકસાન. ઘણા દુ:ખની સાથે અમે જાણીતા અભિનેતા શ્રી અરવિંદ જોશીને વિદાય આપીએ છીએ. એક સ્ટૉલવૉર્ટ, એક વર્સેટાઈલ એક્ટર, એક કુશળ પ્રેક્ષક, આ તે શબ્દો છે જે તેના પ્રભાવ વિશે વિચારતા વખતે મારા દિમાગમાં આવે છે. શર્મન જોશી અને તેના પરિવારને મારી પૂર્ણ સંવેદના. ઓમ શાંતિ. 

અરવિંદ જોશીના બંન્ને સંતાનો પણ અભિનય ક્ષેત્રે જ આગળ વધ્યાં છે.

29 January, 2021 03:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ `નાયિકા દેવી - ધ વોરિયર ક્વીન`, ખુશી શાહે શેર કર્યુ ટિઝર

તાજેતરમાં અભિનેત્રીએ તેની આગામી બહુભાષી ફિલ્મ `નાયિકા દેવી - ધ વોરિયર ક્વીન` નું ટીઝર શેર કર્યું હતું. જેમાં ખુશી શાહ મુખ્ય ભૂમિકામાં છે.

01 August, 2021 01:59 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ઢોલીવૂડ સમાચાર

ફરહાન અખ્તર પાસેથી કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાનું શીખી છે મૃણાલ ઠાકુર

મૃણાલે કહ્યું હતું કે ‘મારી ઇચ્છા છે કે લોકો મને વર્સટાઇલ ઍક્ટ્રેસ તરીકે ઓળખે અને હું સતત મારી જાતને એક્સપ્લોર કરું છું.

26 July, 2021 12:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઢોલીવૂડ સમાચાર

મલ્હાર ઠાકરની `શું થયું`નો વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર 

વિશિષ્ટ પ્રકારની રમૂજ ધરાવતી આ ફિલ્મ કેવળ શેમારૂમીના ગ્રાહકો જ માણી શકશે. ઓટીટી પ્લેટફોર્મ પર `શું થયું`ના રિલીઝની આતુરતાથી વાટ જોઈ રહેલા `છેલ્લો દિવસ` અને `શું થયું`ના વિશ્વભરમાં પથરાયેલા ચાહકો માટે આ જાહેરાત ચોક્કસ આનંદ આપનારી છે

17 July, 2021 10:58 IST | Mumbai | Partnered Content

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK