Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જર્મનીમાં ગૂંજ્યા ગુજરાતી ફિલ્મ હેલ્લારોના ગીત ‘સપના વિનાની રાત’ના સૂર, જુઓ વીડિયો

જર્મનીમાં ગૂંજ્યા ગુજરાતી ફિલ્મ હેલ્લારોના ગીત ‘સપના વિનાની રાત’ના સૂર, જુઓ વીડિયો

18 October, 2021 06:50 PM IST | Mumbai
Karan Negandhi | karan.negandhi@mid-day.com

નેશનલ ઍવૉર્ડ વિનિંગ ફિલ્મ હેલ્લારોના ગીત વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત થયા હતા.

આદિત્ય ગઢવી

આદિત્ય ગઢવી


નેશનલ ઍવૉર્ડ વિનિંગ ફિલ્મ હેલ્લારોના ગીત વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત થયા હતા. હવે જર્મનીમાં પણ આ ફિલ્મના ગીતના સૂર ગૂંજ્યા છે. જર્મનીના કોલેજિયમ વોકલ (Collegium Vocale)ના વિદ્યાર્થી ગાયકો (Studierendenchor der)એ ફિલ્મ હેલ્લારોનું આદિત્ય ગઢવી દ્વારા ગવાયેલું સપના વિનાની રાત ગીત ગાયું છે. ૧૫ ઑક્ટોબરે આ ગીત તેમણે રજૂ કર્યું હતું.

હવે આ વીડિયો આદિત્ય ગઢવીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમણે આ વીડિયો શેર કરતાં લખ્યું કે “હેલ્લારોનું સપના વિનાની રાત. કોલેજિયમ વોકલ સાથે હાર્દિક ચૌહાણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ૧૫ ઑક્ટોબર, ૨૦૨૧ ના રોજ જર્મનીના જેના, સ્ટેડકીર્ચે સંકટ માઇકલમાં પ્રસ્તુત કરાયું હતું.”



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aditya Gadhvi (@adityagadhviofficial)


આ વીડિયોને ટૂંક સમયમાં જ એક લાખ જેટલા વ્યૂ મળ્યા છે. ફેન્સ પણ આ જોઈ અને ખુશ થઈ ગયા છે. ફેન્સે પોતાની પ્રતિક્રિયા આપતા કોમેન્ટ વરસાદ વરસાવ્યો હતો. એક વ્યક્તિએ લખ્યું કે “આ ગીત સંગીતની ઉચ્ચ કોટિનો નમૂનો છે.” તો ઘણાએ દિલના ઇમોજી સાથે ગીતને વધાવ્યું હતું. પાર્થ ભરત ઠક્કરે પણ કોમેન્ટ્સમાં કવિરાજને અભિનંદન આપ્યા હતા.


ઉલ્લેખનીય છે કે આ અગાઉ વર્ષ ૨૦૧૯માં આ ગ્રુપ દ્વારા મોર બની થનગાટ કરે ગીત રજૂ કર્યું હતું. તે સમયે તમામ સોશિયલ મીડિયા પ્લેટ્ફોર્મસ પર વાયરલ થયું હતું. જુઓ વીડિયો.

Whatsapp-channel Whatsapp-channel

18 October, 2021 06:50 PM IST | Mumbai | Karan Negandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK