Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગૌતમ રોડે અને પંખુડી અવસ્થીનું છાનોમાનો સિંગલ થયું રિલીઝ, જુઓ અહીં...

ગૌતમ રોડે અને પંખુડી અવસ્થીનું છાનોમાનો સિંગલ થયું રિલીઝ, જુઓ અહીં...

14 October, 2021 04:18 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગૌતમ અને પંખુડી રોડેનું પહેલું ગુજરાતી સિંગલ રિલીઝ થઈ ગયું છે. આ ગીત વ્હાઇટ પીકૉક ફિલ્મ્સ અને સેન્ડસ્ટોન દ્વારા નિર્મિત રાસ-ગરબા ગીત દશેરા ઉજવતા પહેલા રિલીઝ થયું છે.

તસવીર સૌજન્ય પીઆર

તસવીર સૌજન્ય પીઆર


ગૌતમ રોડે અને પંખુડી અવસ્થીની જોડી ફરી એકવાર એક સુંદર મ્યૂઝિક વીડિયો સાથે કમબૅક કરી ચૂકી છે, જે આ વખતે એકદમ જુદા જ અવતારમાં જોવા મળ્યા છે.. આ સુંદર જોડીને સાથે લાવનાર અન્ય કોઈ નહીં પણ વ્હાઇટ પીકૉક ફિલ્મ્સ અને સૈંડસ્ટોન પ્રૉડક્શન છે, તેમના આ સિંગલનું નામ છાનોમાનો છે.

નવરાત્રીના અવસરે રિલીઝ થયેલ આ ગીત પેપ્પી સૉન્ગ રાસ-ગરબાના પારંપરિક લોકગીતો દ્વારા પ્રેરિત છે, અને તેને જીવંત કરે છે, ગીતના નિર્માતાઓએ છાનોમાનોનું પહેલું પોસ્ટર તાજેતરમાં જ રિલીઝ કર્યું, અને આજે આ ગીત રિલીઝ કરી દેવામાં આવ્યું છે ત્યારે આ કહી શકાય કે આ ગીત એટલે પારંપરિક સ્ટોરીમાં આધુનિકતાનો ઓછ્છવ.



ગીતને સરોવરોના સુંદર શહેર ઉદયપુરમાં શૂટ કરવામાં આવ્યું છે, જે શાશ્વત પ્રેમનું એક સુંદર ચિત્રણ છે. મહત્વની વાત એ છે કે ગુજરાતીમાં ગૌતમ અને પંખુડીની આ પહેલી ફિલ્મ હશે અને હવે જોવાનું એ છે કે આ બન્ને પોતાના પાત્રો કેવી રીતે ભજવે છે. આ ગીતમાં ઓસમાન મીરે પોતાનો સ્વર આપ્યો છે, જેમણે સંજલ લીલા ભણસાલીની ફિલ્મ રામ લીલાના લોકપ્રિયા ગીત નગાડે સંગ ઢોલ ગાયું છે.


અહીં જુઓ ગીત


ગીત વિશે વાત કરતા ગૌતમ જણાવે છે કે, "આ ગીત મારા મનની ખૂબ જ નજીક છે, કારણકે હું મારી પત્ની સાથે અભિનય કરી રહ્યો છું. રાસ-ગરબાની થીમને કારણે છાનોમાનો શૂટ કરવામાં ખૂબ જ મજા આવી અને હું નિર્માતાઓનો આભારી છું કે તેમણે અમને સામાન્યમાંથી બહાર નીકળવા અને કંઇક રોમાંચક કરવાની તક આપી."

પંખુડી કહે છે કે, "ગૌતમ અને મેં ગીતના શૂટ દરમિયાન એક ચોક્કસ આનંદ માણ્યો છે. જ્યારે આ ગીતનું પ્રપોઝલ અમારી પાસે આવ્યું, ત્યારથી જ અમે એક પારંપરિક ગીતનું ધુન પર થનગનવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા અને આ નવરાત્રી દરમિયાન રિલીઝ થશે તેનું આકર્ષણ હજી વધારે છે. આશા છે કે દર્શકોને પણ આ એટલું જ ગમે, જેટલું અમને ગમ્યું છે. હું આ માટે પ્રૉડ્યૂસર્સ, વ્હાઇટ પીકૉક ફિલ્મ્સ અને સૈંડસ્ટોન પ્રૉડક્શનનો આભાર માનું છું."

દિલીપ રાવલના લિરિક્સ અને ઓસ્માન મીરના જબરજસ્ત અવાજ સાથે, છાનોમાનોને મ્યૂઝિક અલાપ દેસાઇએ આપ્યું છે અને આને વ્હાઇટ પીકૉક ફિલ્મ્સ અને સૈંડસ્ટોન પ્રૉડક્શન દ્વારા પ્રૉડ્યૂસ કરવામાં આવ્યો છે. જણાવવાનું કે આ ગીત રિલીઝ થઈ ચૂક્યું છે અને 

Whatsapp-channel Whatsapp-channel

14 October, 2021 04:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK