Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઍક્ટર તરીકે નાગ ચૈતન્યની પ્રગતિ જોઈને ખૂબ જ ખુશ છે ડૅડી નાગાર્જુન

ઍક્ટર તરીકે નાગ ચૈતન્યની પ્રગતિ જોઈને ખૂબ જ ખુશ છે ડૅડી નાગાર્જુન

14 August, 2022 02:32 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાગ ચૈતન્ય ‘લાલ સિંહ ચઢ્ઢા’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે

નાગ ચૈતન્ય અને નાગાર્જુન

નાગ ચૈતન્ય અને નાગાર્જુન


ડૅડી નાગાર્જુન તેના દીકરા નાગ ચૈતન્યની ઍક્ટર તરીકેની પ્રગતિ જોઈને ખુશ છે. તે ‘લાલ સિંહ ચઢ્ઢા’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે. આ ફિલ્મ ૧૧ ઑગસ્ટે થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે આમિર ખાન, કરીના કપૂર ખાન અને મોના સિંહ પણ જોવા મળશે. આમિર અને નાગ ચૈતન્ય સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને નાગાર્જુને ટ્વીટ કર્યું હતું કે ‘આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ જોવાનું સન્માન મળ્યું. એ જોયા બાદ એક તાજી હવાનો એહસાસ થયો છે. આ એક એવી ફિલ્મ છે જે તમારી અંદર ખૂબ ઊંડી ઊતરી જાય છે. ફિલ્મ તમને હસાવશે, રડાવશે અને વિચારવા પર વિવશ કરી દેશે. ફિલ્મમાં એક સરળ સંદેશ છે કે પ્રેમ અને નિર્દોષતા સૌ પર ભારે પડે છે. નાગ ચૈતન્યને એક ઍક્ટર તરીકે આગળ વધતો જોવાની ખુશી છે. ડિરેક્ટર અદ્વૈત ચંદન, રાઇટર અતુલ કુલકર્ણી અને ટીમ; તમે તમારા કામથી અમારી અંદર જોશ જગાવ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2022 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK