વિરલે પિતાને યાદ કરતાં ઇન્સ્ટાગ્રામ કેટલીક તસવીરો શૅર કરી એક ખાસ નોટ લખી છે

ઢોલીવૂડ ડિરેક્ટર વિરલ શાહના પિતાનું અવસાન
સુપર હિટ ગુજરાતી ફિલ્મ ‘ગોળકેરી’ (Gol Keri) ફેમ ફિલ્મમેકર, લેખક અને ડિરેક્ટર વિરલ શાહ (Viral Shah)ના પિતાનું અવસાન થયું છે. વિરલ શાહે પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી આ સમાચાર આપ્યા છે. વિરલે પિતાને યાદ કરતાં ઇન્સ્ટાગ્રામ કેટલીક તસવીરો શૅર કરી એક ખાસ નોટ લખી છે.
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ડિરેક્ટર વિરલ શાહે લખ્યું છે કે “મારા હીરો! મારા આદર્શ! મારા જિગરી દોસ્ત! તમારા વિના આ જીવન બહુ અઘરું થશે… શાળાના ગેટ પરનો પહેલો દિવસ હોય કે મારા લગ્ન, તમે મને કહ્યું હતું કે `અહીંથી તારે પગભર થવાનું છે’ ખબર ન હતી કે જીવનમાં પણ તેનો આ અર્થ કાઢવાનો છે… પણ પપ્પા તમે મને એક જ વસ્તુ શીખવી છે - જીવનની ઉજવણી કરો! તેથી હું ખાતરી કરું છું કે, હું દરરોજ તમારા જીવનની ઉજવણી કરીશ!.”
View this post on Instagram
નોંધનીય છે કે ઢોલિવૂડના જાણીતા ડિરેક્ટરે તાજેતરમાં જ પૂજા ઠાકર સાથે લગ્ન કર્યાં હતાં. પૂજા ઠાકરે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી તેનો તેના સસરાજી સાથેનો બોન્ડ શૅર કર્યો છે.
પૂજા લખે છે કે “આ રીતે અમે લોકોને `સસુર - બહુ ગોલ` કોમ્પ્લેક્સ ન આપવાનું નક્કી કર્યું... અમે એક ટીમ હતાં, સાચા મિત્રો જેઓ સાથે હસતાં, સાથે રડતાં, સાથે લડતાં... હું તેમની સાથે સમય જેટલો સમય પસાર કરી શકી તેનો મને આનંદ છે... હું તેમને ખૂબ જ મિસ કરીશ... પણ સૌથી સારી વાત છે કે જ્યારે પણ હું તેને મિસ કરીશ ત્યારે મારા ચહેરા પર હંમેશા સ્મિત આવશે.”
તેની લખે છે કે “તેઓ મને ઘણી બધી લાગણીઓ સાથે છોડી ગયા છે, જે મેં તેમને ક્યારેય કહી નથી. હું તેમના માટે ઘણું બધું બનાવવા માગતી હતી અને સાંભળવા માગતી હતી કે "સારું નથી બન્યું. પોપ્સી, તામરી દીકરી તમને હૃદયથી પ્રેમ કરે છે અને તે હંમેશા તેના બાકીના જીવન માટે તમને પ્રેમ કરશે! તમે મારા અને વિરલના જીવનનો અભિન્ન ભાગ હતાં અને હમેશાં રહેશો… જ્યાં સુધી આપણે ફરી મળીએ મારા મિત્ર!.”
View this post on Instagram
ઢોલિવૂડની ઘણી જાણીતી હસ્તીઓએ તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.
આ પણ વાંચો: ‘કચ્છ એક્સપ્રેસ’ દ્વારા ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી કરશે ટીવી-ઍક્ટર વિરાફ પટેલ