પતંગોત્સવ માત્ર ગુજરાતીઓ જ નહીં પણ ગુજરાતી સિતારાઓ પણ ઉજવે છે. ત્યારે જાણો કયા ઢોલીવૂડ સિતારાઓ કેવી રીતે ઉજવ્યો આ નવા વર્ષનો પહેલો પર્વ.

તસવીર સૌજન્ય (મલ્હાર, નીલમ, અને પાર્થિવ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
Makar Sankranti 2022: ગુજરાતીઓ માટે નવા વર્ષનો પહેલો તહેવાર ઉત્તરાણ જેને ઉજવવા માટે લગભગ દરેક ગુજરાતી રાહ જુએ છે. પતંગોત્સવ માત્ર ગુજરાતીઓ જ નહીં પણ ગુજરાતી સિતારાઓ પણ ઉજવે છે. ત્યારે જાણો કયા ઢોલીવૂડ સિતારાઓ કેવી રીતે ઉજવ્યો આ નવા વર્ષનો પહેલો પર્વ.
નીલમ પંચાલ
અભિનેત્રી નીલમ પંચાલે ઉત્તરાણ નિમિત્તે પોતાની અનેક તસવીરો અને વીડિયોઝ શૅર કર્યા છે. આ વીડિયોઝમાં જોઈ શકાય છે કે અભિનેત્રીએ પરિવારજનો સાથે આગાસી પર ખૂબ જ ધમાલ મચાવી છે.
View this post on Instagram
અભિનેત્રીએ આ વીડિયોઝમાંના એક વીડિયોમાં લેટેસ્ટ ટ્રેન્ડ અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાના ગીત સામી પર પણ ડાન્સ કર્યો છે. અહીં જુઓ વીડિયો...
View this post on Instagram
મલ્હાર ઠાકર
મલ્હાર ઠાકરે પોતાનો પતંગ ચગાવતો વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં અભિનેતાએ બ્લૂ ડેનિમ અને ટિશર્ટ સાથે બ્લેક શૂઝ સાથે પોતાનો લૂક કમ્પલીટ કરતા પતંગ ઉડાડવાનો આનંદ માણતો જોવા મળે છે સાથે જ બેકગ્રાઉન્ડમાં ઇશ્ક કા ધાગા ટૂટે ના ગીત વાગી રહ્યું છે.
View this post on Instagram
આ વીડિયોની સાથે જ અભિનેતાએ કૅપ્શન આપી છે કે "બધાને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ. ઇશ્ક કા ધાગા ટૂટે ના" આની સાથે જ અભિનેતાએ હાર્ટ ઇમોજી પણ શૅર કરી છે.
માનસી પારેખ ગોહિલ
માનસીએ પરિવાર સાથે મળીને આ ઉત્સવની ઉજવણી કરી છે. જેની તસવીરો પાર્થિવ ગોહિલે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શૅર કરી છે.
View this post on Instagram
પાર્થિવ ગોહિલે તસવીરો અને વીડિયો સાથે દીકરી નીર્વી ગોહિલનો વીડિયો પણ મૂક્યો છે જેમાં તે પતંગોત્સવનો આનંદ માણતી જોવા મળે છે. સાથે જ પાર્થિવ ગોહિલે લખ્યું છે કે, "આ પતંગ, આ દોરી, આ પવન, એજ શિખવે....એક બીજાને અનુકુળ હો તો આખુ આકાશ હાથમા આવે" ઉત્તરાયણ ની ખૂબ ખૂબ શુભકામનાઓ." આમાં તેમણે માનસી પારેખ અને નીરવી પારેખને ટૅગ કર્યા છે સાથે જ અનેક હેશટૅગ પણ એડ કર્યા છે. જેમાં તેમણે થ્રૉબેક હેશટૅગ આપીને ચાહકોને જણાવ્યું છે કે આ તસવીરો અને વીડિયોઝ જૂના છે.