° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


ગુજરાતી ફિલ્મોનો ચૉકલેટ બૉય પ્રતિક ગાંધી અને પત્ની કોરોના સંક્રમિત

19 July, 2020 06:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતી ફિલ્મોનો ચૉકલેટ બૉય પ્રતિક ગાંધી અને પત્ની કોરોના સંક્રમિત

ભામિની ઓઝા ગાંધી, પ્રતિક ગાંધી

ભામિની ઓઝા ગાંધી, પ્રતિક ગાંધી

દેશ અને દુનિયામાં કોરોના વાયરસ (COVID-19)નો પ્રકોપ પળે પળે વધી રહ્યો છે. સામાન્ય માણસ હોય કે સેલેબ્ઝ સહુ કોઈ કોરોનાની ચપેટમાં આવી રહ્યું છે. બૉલીવુડ બાદ ઢોલીવુડના સેલેબ્ઝ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. ઢોલિવુડના ચૉકલેટ બૉય પ્રતિક ગાંધી (Pratik Gandhi) અને પત્ની ભામિની ઓઝા ગાંધી (Bhamini Oza Gandhi)નો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે અને તેઓ ઘરમાં જ સારવાર લઈ રહ્યાં છે. ફક્ત અભિનેતા અને તેની પત્ની જ નહીં પણ અભિનેતાનો ભાઈ પુનિત પણ કોરોનાનો શિકાર બન્યો છે. આમ અભિનેતાના ઘરના ત્રણ સભ્યો કોરોના પૉઝિટિવ છે.

પ્રતિક ગાંધી અને પરિવારના સભ્યોએ મંગળવારે કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જે પૉઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ આજે અભિનેતાએ સોશ્યલ મીડિયા દ્વારા જાણ કરી હતી કે પોતે, પત્ની અને ભાઈ કોરોના પૉઝિટિવ છે. પ્રતિક ગાંધીએ ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, બી પૉઝિટિવ વાતને અમે આખા પરિવારે જાણે ગંભીરતાથી લઈ લીધી છે અને કોરોનામાં પણ ભેદભાવ નથી રાખ્યો. હું અને મારી પત્ની ઘરમાં જ સારવાર્ લઈ રહ્યાં છીએ. મારો ભાઈ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. અમે વાયરસ સામે જોરદાર લડત આપી રહ્યાં છીએ. પરિવારજનોના અને મિત્રોના પ્રેમ, સપોર્ટ અને પ્રાર્થનાઓની જરૂર છે.

અભિનેતાના આ ટ્વીટ પછી ફૅન્સ અને મિત્રોએ ગેટ વૅલ સુનની શુભેચ્છાઓ મોકલવાનું શરૂ કરી દીધું હતું. અભિનેત્રી શ્રેણુ પરીખ જે પોતે કોરોનાનો શિકાર થઈ હતી તેણે પ્રતિક ગાંધીને કહ્યું હતું કે, આપણે એક જ હોડીમાં સવાર થઈ રહ્યાં છે. હું આશા રાખુ છું કે તું અને તારો પરિવાર જલ્દી સાજા થઈ જાય.

આ પણ જુઓ: જાણો કેવી છે પ્રતીક ગાંધીની લવ સ્ટોરી તસવીરો સાથે

ઉલ્લેખનિય છે કે, પ્રતિક ગાંધી વૅબ સિરીઝ 'સ્કૅમ 1992 ધ હર્ષદ મેહતા સ્ટૉરી'માં જોવા મળશે. આ સિરિઝ હર્ષદ મહેતાના કૌભાંડ પર આધારિત છે. સિરિઝને નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મમેકર હંસલ મહેતા ડિરેક્ટ કરી રહ્યાં છે. આ સિરિઝ જર્નલિસ્ટ સુચેતા દલાલની બેસ્ટ સેલિંગ બુક ‘ધ સ્કેમ’ પર આધારિત છે.

19 July, 2020 06:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

‘ષડ્યંત્ર’ પહેલી ગુજરાતી મલ્ટિસ્ટાર વેબ-સિરીઝ છે

શેમારૂમી પર ૨૪ જૂને રિલીઝ થતી આ વેબ-સિરીઝમાં રોહિણી હટ્ટંગડી, અનુરાગ પ્રપન્ન, અપરા મહેતા, વંદના પાઠક, દીપક ઘીવાલા જેવા અનેક સ્ટાર્સ છે

11 June, 2021 12:31 IST | Mumbai | Rashmin Shah
ઢોલીવૂડ સમાચાર

Exclusive: જ્યારે ઐશ્વર્યા મજમુદારનું શર્ટ સરખું કર્યું હતું અમિતાભ બચ્ચને

મીઠડી ગાયિકા અને ગુજ્જુ ગર્લ તેની માતાની સૌથી નજીક છે

10 June, 2021 06:28 IST | Mumbai | Rachana Joshi
ઢોલીવૂડ સમાચાર

એક્ટર અંજના જેણે લગ્નના 15 વર્ષ બાદ અધૂરાં સ્વપ્નો પૂરા કર્યા

લગ્ન બાદ પંદર વર્ષ પહેલાનું અભિનેત્રી બનવાનું સપનું પુરું કર્યું

31 May, 2021 06:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK