° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

ભૂમિક શાહનું ગીત 'હાસિલ' લાઇફ અને રોમાન્સના ઉત્સવ સમી રચના

29 January, 2021 07:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભૂમિક શાહનું ગીત 'હાસિલ' લાઇફ અને રોમાન્સના ઉત્સવ સમી રચના

મનાલીની વેલીઝમાં શૂટ થયેલું આ ગીત બે પ્રેમીઓની સ્ટોરી કહે છે જે જિંદગી અને પ્રેમને ઉજવે છે

મનાલીની વેલીઝમાં શૂટ થયેલું આ ગીત બે પ્રેમીઓની સ્ટોરી કહે છે જે જિંદગી અને પ્રેમને ઉજવે છે

ગાયક ભૂમિક શાહે પહેલાં પણ અનેક ગીતોથી ચાહકોના મન મોહી લીધા છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત તબલા આર્ટિસ્ટ તરીકે કરી હતી અને હવે છેલ્લા કેટલાય સમયથી તે લોકોને કાયમી રીતે પ્રભાવિત કરી દે તેવા ગીતોની રચના કરતા રહે છે. હવે સિંગર ભૂમિક શાહ એક્ટ્રેસ ભક્તિ કુબાવતને ફિચર કરનારું એક સુંદર ગીત લઇને આવ્યા છે. મનાલીની વેલીઝમાં શૂટ થયેલું આ ગીત બે પ્રેમીઓની સ્ટોરી કહે છે જે જિંદગી અને પ્રેમને ઉજવે છે. આ ગીત ભૂમિક શાહે ગાયું છે અને ભૂમિક શાહની યુ ટ્યૂબ પર ઑફિશ્યલી રિલીઝ થઇ ચૂક્યું છે. ભાર્ગવ પુરોહિતે લખેલું આ ગીત, અર્પણ મહિલાએ સંગીતબદ્ધ કર્યું છે અને ડાયરેક્શન સૌરભ ગજ્જરે કર્યુ ંછે. 

ગાયકે તેમના ફેન્સને આ ગીતની ઝલક આપીને પુરતી ઉત્સુકતા જગાવી છે અને ટીઝર પણ લોકોને બહુ પસંદ આવ્યું હતું. ભૂમિક શાહના આ ગીતને પણ ખૂબ પ્રસંશા મળી રહી છે. આ પહેલાં ભૂમિક શાહનું ગીત મેરી આરઝુ આવ્યું હતું અને લોકોએ તેને પણ ખૂબ પસંદ કર્યું હતું. હાલમાં ભૂમિક શાહ તેમના લાવઇ પરફોર્મન્સિઝથી ગ્લોબલ ઑડિયન્સ કેળવી ચૂક્યા છે અને છેલ્લા કેટલાક વર્ષમાં તેમણે અનેક દેસોમાં પરફોર્મન્સિઝ આપ્યાં છે. 

29 January, 2021 07:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

ચાય-વાય એન્ડ રંગમંચની સિઝન 3 જાહેર, જાણો વધુ

કોકોનટ થિયેટર પ્રસ્તુત “ચાય-વાય એન્ડ રંગમંચ” સિઝન-3 જાહેર, આ સિઝનના સત્રો ૧૨ મી એપ્રિલ ૨૦૨૧થી ગુજરાતી રંગભૂમિ પર આધારિત હશે.

11 April, 2021 04:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઢોલીવૂડ સમાચાર

Valentines Special: સચિન જીગરનું નવું ગીત 'કહેવા દે' આજે રિલીઝ

Valentines Special: સચિન જીગરનું નવું ગીત 'કહેવા દે' આજે રિલીઝ

09 February, 2021 03:11 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
ઢોલીવૂડ સમાચાર

હેલ્લારો ફેમ નીલમ પંચાલે કર્યા હોવર બૉર્ડ પર ગરબા, જુઓ વીડિયો

હેલ્લારો ફેમ નીલમ પંચાલે કર્યા હોવર બૉર્ડ પર ગરબા, જુઓ વીડિયો

25 January, 2021 10:16 IST | Mumbai | Shilpa Bhanushali

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK