° °

આજનું ઇ-પેપર
Friday, 02 December, 2022


દૂર ભલે હો, પણ માયા તો ઘરની જ રહે

19 November, 2022 02:54 PM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘ચબૂતરો’ એક એવી ફિલ્મ છે જે લોકોને એક સામાજિક સંદેશ આપવાની સાથોસાથ આ મુદ્દાને સંબોધિત પણ કરે છે.

ચબૂતરો ફિલ્મ પોસ્ટર

ચબૂતરો ફિલ્મ પોસ્ટર

‘ચબૂતરો’ એક એવી ફિલ્મ છે જે લોકોને એક સામાજિક સંદેશ આપવાની સાથોસાથ આ મુદ્દાને સંબોધિત પણ કરે છે, ‘તમને જે ગમે છે એ કરો અને તમે જે કરો છો એને પ્રેમ કરો.’
‘ચબૂતરો’ની વાર્તા વિરાજ અને નિવેદિતાની આસપાસ ફરે છે. બન્નેના વિચારો અને જીવન જીવવાની રીત અલગ છે અને એ અલગ રીત જ ઑડિયન્સને મનોરંજનની સાથે જીવન જીવવાની દિશા પણ દર્શાવે છે. ‘ચબૂતરો’માં વિરાજનું કૅરૅક્ટર કરતો રૌનક કામદાર કહે છે, ‘વિરાજનું કૅરૅક્ટર મને પોતાને બહુબધું શીખવી ગયું છે અને એટલે જ હું કહું છું કે આ કૅરૅક્ટર ઑડિયન્સને પણ ખૂબ બધું આપી જાય એવું છે.’
એવું જ નિવેદિતાનું કૅરૅક્ટર કરતી અંજલિ બારોટનું છે. રૌનક અને અંજલિની કેમિસ્ટ્રી એ સ્તરે જબરદસ્ત છે કે સ્ક્રીન જબરદસ્ત ભરાઈ જાય છે.
‘ચબૂતરો’ ફિલ્મનું લીડ કૅરૅક્ટર વિરાજ યુએસમાં સ્થાયી થવા માગે છે અને સાદું જીવન જીવવા માગે છે. જોકે તેના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પપ્પા ઇચ્છે છે કે દીકરો વિરાજ તેમનો ફૅમિલી બિઝનેસ સંભાળે. નિવેદિતા આર્કિટેક્ચરની સ્ટુડન્ટ છે અને અમદાવાદની લાઇફને ચાહે છે, તો જૂના અમદાવાદના જીવન અને વારસા વિશે તે સતત જાણવાની કોશિશ કરતી રહે છે.
શું વિરાજ અમેરિકામાં સ્થાયી થઈ શકશે? તે ઇચ્છે એ રીતે પોતાની લાઇફ જીવી શકશે? નિવેદિતા જૂના શહેરનાં હેરિટેજ સ્મારકોને બચાવવા માટે શું કરી શકે છે? વિરાજના પપ્પા દીકરા વિરાજને ફૅમિલી બિઝનેસમાં સેટલ કરે છે કે નહીં? 
આ અને આવા અનેક સવાલના જવાબ ‘ચબૂતરો’માંથી મળવાના છે અને સૌથી અગત્યની વાત જો કોઈ હોય તો એ છે કે આજે દુનિયા જીતવા નીકળતી યંગ જનેરશનને પણ એ એક ઠહેરાવનું જીવન જીવવા માટે સમજણ આપે છે. 
પ્રશ્નો આપણા રોજિંદા જીવન જેવા છે અને વાસ્તવિકતા સાથે જોડાયેલા છે. તમને લાગશે કે તમે તમારી જાતને સ્ક્રીન પર જોઈ રહ્યા છો અને વાર્તા તમારી પોતાની છે. જો તમે યુવાન છો તો તમને લાગશે કે હા, તમે આ જ કરવા માગતા હતા અને આ રીતે તમારે તમારું જીવન જીવવું જોઈએ. જો તમે યંગસ્ટર્સનાં મમ્મી-પપ્પા છો તો તમને લાગશે કે સ્ક્રીન પર તમારો દીકરો કે દીકરી છે અને તે આ જ રીતે વર્તી રહ્યાં છે. નરી હકીકત સાથે જોડાયેલી ‘ચબૂતરો’ આજના સમયની એક અનિવાર્ય ફિલ્મ છે, જે નિઃસંદેહ સ્વીકારવું જ રહ્યું.

19 November, 2022 02:54 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

રોનક કામદાર-દીક્ષા જોશીના સંબંધમાં આવે છે ‘લકીરો’, જુઓ ટ્રેલર

આજે અમદાવાદમાં યોજાયું ટ્રેલર લૉન્ચ ઇવેન્ટ

29 November, 2022 05:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઢોલીવૂડ સમાચાર

મૂળસોતાં - ધ રૂટેડ: આદિવાસીઓની મૂળ સાથે જોડાયેલા રહેવાની અહિંસક સંઘર્ષગાથા

વિવિધ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ધૂમ મચાવી રહી છે ગુજરાતી ડૉક્યુમેન્ટરી

28 November, 2022 10:17 IST | Mumbai | Karan Negandhi
ઢોલીવૂડ સમાચાર

‘કચ્છ એક્સપ્રેસ’નું ટીઝર થયું રિલીઝ, જીવનમાં આનંદનો રંગ પૂરવા આવી રહી છે મોંઘી

ફિલ્મમાં અભિનેત્રી માનસી પારેખ મોંઘીનું પાત્ર ભજવી રહી છે

28 November, 2022 09:16 IST | Mumbai | Karan Negandhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK