° °

આજનું ઇ-પેપર
Monday, 08 August, 2022


જ્યારે ગુજરાતી મિડ-ડે સાથે પરિણીતિએ વીડિયો સંદેશ પાઠવી મલ્હારને આપી જન્મદિવસની શુભેચ્છા

28 June, 2022 08:42 AM IST | Mumbai
Karan Negandhi | karan.negandhi@mid-day.com

પરિણીતિ ચોપરાએ વીડિયો શેર કરી મલ્હાર ઠાકરને જન્મદિવસ પર અદ્ભુત સરપ્રાઇઝ આપી છે. આ સરપ્રાઇઝમાં જુઓ મલ્હારની ડ્રીમ ગર્લ પરિણીતિએ મલ્હારને શું કહ્યું?

તસવીર સૌજન્ય: મલ્હાર ઠાકરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ HBD Malhar Thakar

તસવીર સૌજન્ય: મલ્હાર ઠાકરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

ગુજરાતી ફિલ્મ જગતના સુપરસ્ટાર મલ્હાર ઠાકરનો આજે જન્મદિવસ છે. આ નિમિત્તે બર્થડે બૉયને અમે એક ખૂબ જ સુંદર સરપ્રાઇઝ આપી રહ્યા છીએ. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે આ માટે ખાસ પરિણીતિ ચોપરાનો સંપર્ક કર્યો હતો અને ખાસ વિનંતી પર બૉલીવૂડ સ્ટાર પરિણીતિ ચોપરાએ મલ્હાર માટે એક વિશેષ વીડિયો મેસેજ શેર કરી તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. પરિણીતિ માટે મલ્હારની લાગણીઓ લોકોથી અજાણ નથી. પરિણીતિ મલ્હાર ઠાકરની માત્ર મોસ્ટ ફેવરિટ એક્ટ્રેસ જ નહીં, પરંતુ ડ્રીમ ગર્લ પણ છે.

વીડિયોમાં પરિણીતિએ મલ્હારને પોતાનો ફેવરિટ બૉય કહ્યો છે. પરિણીતિએ સ્પેશિયલ વીડિયો મેસેજમાં કહ્યું છે કે “હેપ્પી બર્થડે માય ફેવરિટ બૉય. મને ખબર છે કે તું ઘણા વર્ષોથી મારી માટે પ્રેમ દર્શાવી રહ્યો છે, હવે સમય છે કે હું પણ મારો પ્રેમ દર્શાવું. તું જે પણ મારા માટે કહે છે, કરે છે અને હંમેશાં સુંદર વાતો કરે છે તેને હું એપરિશીએટ કરું છું અને તેને માન આપું છું.”

પરિણીતિએ ઉમેર્યું કે, “હું આજે તારો આભાર માનું છું. આજે તારા જન્મદિવસે તને જીવનમાં સ્વાસ્થ્ય, સફળતા, પ્રેમ અને ખુશી બધું જ બેસ્ટ મળે એવી શુભેચ્છા આપું છું. હું હંમેશાં તારી સાથે છું.” પરિણીતિએ વીડિયોના અંતે ફ્લાઇંગ કિસ પણ આપી છે.

ઉલ્લેખનીય છે કે મલ્હાર અને પરિણીતિ અમદાવાદમાં ફિલ્મ જબરિયા જોડીનાં પ્રમોશન દરમિયાનનાં કાર્યક્રમમાં મળ્યાં હતાં. તે સમયે મલ્હારે પોતાના પ્રેમનો એકરાર પણ કર્યો હતો.

આ પણ વાંચો: Birthday Surprise: મલ્હાર ઠાકરને જન્મદિવસ પર ગુજરાતી મિડ-ડે તરફથી ખાસ ભેટ

વન્સ અગેઇન હેપ્પી બર્થડે મલ્હાર ફ્રોમ ધ ગુજરાતી મિડ-ડે ટીમ.

28 June, 2022 08:42 AM IST | Mumbai | Karan Negandhi

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચેન્જ લાવશે મોરબી પૂરહોનારત પર આધારિત ફિલ્મ ‘મચ્છુ’?

એ ફિલ્મનું વીએફએક્સનું કામ છેલ્લાં ત્રણ વર્ષથી ચાલે છે અને હજુ પણ છ મહિના લાગવાના છે

07 August, 2022 12:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઢોલીવૂડ સમાચાર

‘ફક્ત મહિલાઓ માટે’ પરિવારને થિયેટર સુધી ચોક્કસ ખેંચી લાવશે : આનંદ પંડિત

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો કૅમિયો છે

04 August, 2022 03:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઢોલીવૂડ સમાચાર

મેલબર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી ફિલ્મોની બોલબાલા

આ વર્ષની એડિશનમાં ઘણી ગુજરાતી ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે

03 August, 2022 05:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK