Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એવોર્ડ વિનિંગ ગુજરાતી ફિલ્મ ‘એકવીસમું ટિફિન’નું ટીઝર આઉટ

એવોર્ડ વિનિંગ ગુજરાતી ફિલ્મ ‘એકવીસમું ટિફિન’નું ટીઝર આઉટ

14 September, 2021 05:31 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નિલમ પંચાલ, નેત્રી ત્રિવેદી અને રોનક કામદાર અભિનિત આ ફિલ્મનો સ્ક્રિન પ્લે રામ મોરી તથા વિજયગીરી બાવાએ સાથે મળીને લખ્યો છે.

રામ મોરી અને વિજયગીરી બાવા- ફાઇલ તસવીર

રામ મોરી અને વિજયગીરી બાવા- ફાઇલ તસવીર


એવોર્ડ વિનિંગ લેખક રામ મોરીના પુસ્તક ‘મહોતું’ની એક વાર્તા `એકવીસમું  ટિફિન` પરથી વિજયગીરી ફિલ્મોસે ફૂલ લેન્થ ગુજરાતી ફિલ્મ બનાવી છે. ફિલ્મ એકવીસમું ટિફિન વિમન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ - સ્પ્રિંગ 2021માં ફિચર ડ્રામા કેટેગરીમાં `આઉટસ્ટેન્ડિંગ એક્સલન્સ` એવોર્ડ પણ જીત્યો હતો. હવે આ ફિલ્મનું ટીઝર લેખક રામ મોરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે.

ટીઝર શેર કરતા રામ મોરીએ લખ્યું હતું કે “અમારી ફિલ્મ ‘૨૧મું ટિફિન’નું ટીઝર ‘16th Tasveer South Asian Film Festival’માં ઓફિશ્યલ સિલેક્શનના ધમાકેદાર ન્યુઝ સાથે અમે રજૂ કરીએ છીએ નેશનલ એવોર્ડ વિજેતા વાર્તા પર બનેલી અમારી ફિલ્મ ‘૨૧મું ટિફિન’નું ટીઝર!” તેમણે ઉમેર્યું કે બાપ્પાનું નામ લઈ વિજયગીરી ફિલ્મોસના ‘ટિફિન’ની સોડમ માણો. ગણપતિ બાપ્પા મોરયા.”



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raam Mori (@raam_mori)


નિલમ પંચાલ, નેત્રી ત્રિવેદી અને રોનક કામદાર અભિનિત આ ફિલ્મનો સ્ક્રિન પ્લે રામ મોરી તથા વિજયગીરી બાવાએ સાથે મળીને લખ્યો છે.


ચાહકો પણ આ ફિલ્મને લઈને ઉત્સાહિત છે. એક ફેને કોમેન્ટમાં લખ્યું હતું કે આ ફિલ્મની “કાગ ડોળે રાહ જોઈ રહી છું.” તો અનેક ગુજરાતી ફિલ્મો અને વેબ સિરીઝ સ્કેમ 1992 માટે જાણીતા એક્ટર પ્રતિક ગાંધીએ રામ મોરીને ટેગ કરી લખ્યું કે “મારી મનપસંદ વાર્તાઓમાંની એક, તે પુસ્તક પરથી હવે પડદા પર આવી રહી છે, તે જોવા માટે રાહ જોઈ રહ્યો છું.”

Whatsapp-channel Whatsapp-channel

14 September, 2021 05:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK