° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021


ગુજ્જુભાઈ હવે બનશે રાજુભાઈ ઢોકળાવાળા

02 November, 2020 07:59 AM IST | Rajkot | Rashmin Shah

ગુજ્જુભાઈ હવે બનશે રાજુભાઈ ઢોકળાવાળા

સિદ્ધાર્થ રાંદેરિયા

સિદ્ધાર્થ રાંદેરિયા

ગુજ્જુભાઈ સિરીઝનાં પાંચથી વધુ નાટક અને બે ફિલ્મ પછી હવે સિદ્ધાર્થ રાંદેરિયાની નવી ફિલ્મમાં તેઓ ગુજ્જુભાઈની નહીં, ઢોકળાવાળાની ભૂમિકામાં જોવા મળશે અને ફિલ્મનું ટાઇટલ પણ એ જ છે, ‘રાજુભાઈ ઢોકળાવાળા.’

વિપુલ મહેતા દિગ્દર્શિત આ ફિલ્મનું શૂટિંગ હજી હમણાં જ ગુજરાતમાં પૂરું થયું. ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા લીડ કૅરૅક્ટર કરે છે, તો તેમની સાથે સુપ્રિયા પાઠક અને વંદના પાઠક પણ છે તથા ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપુ બનીને તહેલકા મચાવી દેનારો ભવ્ય ગાંધી તેમ જ ‘હેલ્લારો’ માટે નૅશનલ અવૉર્ડ જીતનારી શ્રદ્ધા ડાંગર પણ છે.

મજાની વાત એ છે કે આ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા અને સંજય ગોરડિયા વર્ષો પછી સાથે અને ફિલ્મમાં પહેલી વાર સાથે જોવા મળશે. આ અગાઉ સંજય ગોરડિયા અને સિદ્ધાર્થ રાંદેરિયા ૮૦ના દસકામાં બનેલા નાટક ‘ભાઈ’માં સાથે જોવા મળ્યા હતા, એ પછી બન્નેને સાથે જોવાનો લહાવો ઑડિયન્સને પહેલી વાર મળશે.

02 November, 2020 07:59 AM IST | Rajkot | Rashmin Shah

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

મોસ્કોના ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી પામેલી એક માત્ર ભારતીય ફિલ્મ

અમદાવાદ સ્થિત ફિલ્મ મેકર અને મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોમ્યુનિકેશન એન્ડ એડવર્ટાઇઝિંગના ફેકલ્ટી દર્શન અશ્વિન ત્રિવેદીની ગુજરાતી ફિલ્મ મૃગતૃષ્ણા મોસ્કો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં દેખાડાનારી એક માત્ર ભારતીય ફિલ્મ છે

11 May, 2021 05:20 IST | Mumbai | Chirantana Bhatt
ઢોલીવૂડ સમાચાર

Exclusive: જાણો છો ગુજરાતી ફિલ્મોના ‘સુપરસ્ટાર’ મલ્હાર ઠાકરને શેનો ડર લાગે છે?

અભિનેતાની ઈચ્છા છે કે, બધા જ તેને ગમાડે અને કોઈ તેને નફરત ન કરે

05 May, 2021 06:20 IST | Mumbai | Rachana Joshi
ઢોલીવૂડ સમાચાર

‘વાલમ આવોને...’ ફૅમ જિગરદાન ગઢવીના જીગરનો ટૂકડો કોણ છે એ આખરે જાહેર થયું

૧૮ મહિનાથી પ્રેમિકાને નથી મળ્યો સિંગર, પરિસ્થિતિ સામાન્ય થાય તેની જોઈ રહ્યો છે રાહ

04 May, 2021 05:31 IST | Mumbai | Rachana Joshi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK