° °

આજનું ઇ-પેપર
Monday, 25 October, 2021


સૌનક વ્યાસની અપકમિંગ ફિલ્મ Teacher of The Yearનું મોશન પોસ્ટર રિલીઝ

28 February, 2020 06:37 PM IST | અમદાવાદ

સૌનક વ્યાસની અપકમિંગ ફિલ્મ Teacher of The Yearનું મોશન પોસ્ટર રિલીઝ

સૌનક વ્યાસની અપકમિંગ ફિલ્મ Teacher of The Yearનું મોશન પોસ્ટર રિલીઝ

સૌનક વ્યાસ પોતાની અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'ટીચર ઓફ ધી યર'ને લઈને તૈયાર છે. આ ફિલ્મનું મોશન પોસ્ટર આજે રિલીઝ થઈ ચૂક્યું છે. ફિલ્મનું મોશન પોસ્ટર સૌનક વ્યાસે પોતાના ફેસબુક હેન્ડલ પરથી શૅર કર્યું છે. જેમાં ફિલ્મનો ઓફિશિયલ ટાઈટલ લોગો છે. સાથે ડિરેક્ટર્સના અને પ્રોડક્શન હાઉસનું નામ છે.

આ રહ્યું મોશન પોસ્ટર

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ સૌનક વ્યાસ અને વિક્રમ પંચાલે ડિરેક્ટ કરી છે. તો સૌનક વ્યાસ પોતે તેમાં લીડ રોલ કરી રહ્યા છે. અને તેમની સામે આલીશા પ્રજાપતિ દેખાશે. ફિલ્મના લીડ રોલ માટે સૌનક વ્યાસ અને તેમના કૉ ડિરેક્ટર-રાઈટર વિક્રમ પંચાલે ખૂબ જ ચર્ચા કરી હતી, આખરે લીડ રોલમાં સૌનક વ્યાસને જ ફાઈનલ કરાયા. આ ફિલ્મ માટે સૌનક વ્યાસે ખાસ વજન પણ ઘટાડ્યું છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારે સૌનકનું વજન 91 કિલો હતું. પરંતુ તેમણે ખાસ વર્કઆઉટ કરીને 4 હમિનામાં 17 કિલો વજન ઘટાડ્યું.

આ ઉપરાંત ફિલ્મમાં મેહૂલ બૂચ, રાગી જાની, નિસર્ગ ત્રિવેદી, અર્ચન ત્રિવેદી અને જીતેન્દ્ર ઠક્કર જેવા જાણીતા ચહેરા છે. આ તમામ નામ સાથે જ ફિલ્મ એક એન્ટરટેઈનમેન્ટ પેકેજ લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે સૌનક વ્યાસ 'દુનિયાદારી' અને 'છૂટી જશે છક્કા' જેવી ફિલ્મમાં દેખાઈ ચૂક્યા છે. તો અલીશા પ્રજાપતિ છેલ્લે બોલીવુડ ફિલ્મ 'લવયાત્રી'માં દેખાઈ હતી.

આ પણ વાંચોઃ સૌનક વ્યાસઃઆ ગુજરાતી એક્ટરે આવી રીતે કર્યું વેઈટ ટ્રાન્સફોર્મેશન

ટીચર ઓફ ધી યર ફિલ્મ એન્ટરટેઈનર હોવાની સાથે સાથે મેસેજ પણ આપે છે. ફિલ્મની સ્ટોરી ટીચર્સ અને સ્ટુડન્ટ્સ વચ્ચેની છે. ફિલ્મમાં એક રિયાલીટી શૉ દ્વારા એક સ્ટુડન્ટના ગમતા વિષય સુધી પહોંચવાની જર્ની અને તેમાં મળતા ફેવરિટ ટીચરના સાથની વાત છે. આ ફિલ્મને સૌનક વ્યાસની સાથે ડૉ. વિક્રમ પંચાલે લખી છે. અને આ જ જોડી ફિલ્મને ડિરેક્ટ કરી રહી છે. તો ફિલ્મમાં કોરિયોગ્રાફી DID ફેમ હાર્દિક રાવલ કરી રહ્યા છે.

28 February, 2020 06:37 PM IST | અમદાવાદ

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

નામથી નહીં, કૅરૅક્ટર્સથી ઓળખાવા માગે છે પ્રતીક ગાંધી

હું અલગ-અલગ પાત્રોને એકસરખું મહત્ત્વ આપવા માગું છું. અલગ-અલગ કૅરૅક્ટર્સ ક્રીએટ કરવાની મારી ઇચ્છા છે. હું મારા કૅરૅક્ટર્સના નામે ઓળખાઉંલ, ના કે મારા નામથી.’

25 October, 2021 02:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઢોલીવૂડ સમાચાર

અભિનેત્રી શીતલ પંડ્યાને થયો કોરોના, પણ આજની મેચ માટે હાઈ જોશ

શીતલે પોતે સોશિયલ દ્વારા ચાહકોને તેમની આ પરિસ્થિતિની જાણ કરી હતી.

24 October, 2021 10:53 IST | Mumbai | Karan Negandhi
ઢોલીવૂડ સમાચાર

અરવિંદ વેગડાએ પેટ્રોલ-ડિઝલના ભાવ પર એવી ફિરકી લીધી કે લોકો પેટ પકડીને હસી પડ્યાં

પેટ્રોલ-ડિઝલના સતત વધતાં જતાં ભાવ દરેક માટે ચિંતાનો વિષય બન્યો છે.

24 October, 2021 04:39 IST | Mumbai | Karan Negandhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK