આઇકોનિક ફિલ્મ "કભી ખુશી કભી ગમ"માં કરીના કપૂરના પ્રેમમાં `રોબી` તરીકે આપણી સ્ક્રીનને ચમકાવનાર પ્રિય અભિનેતા વિકાસ સેઠીનું 48 વર્ષની વયે હૃદયરોગના હુમલાને કારણે દુઃખદ અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર માટે સોમવારે શરદ કેલકર, દીપક તિજોરી, હિતેન તેજવાણી, શબીર અહલુવાલિયા અને અન્ય લોકો હાજર રહ્યા. એક્ટર 7 સપ્ટેમ્બરની રાત્રે અંનંતયાત્રાએ નીકળી પડ્યા હતા.