સલમાન ખાને કહ્યું કે આજના પુરુષો હવે પુરુષ બનવા માંગતા નથી. દબંગ સ્ટાર `એંગ્રી યંગ મેન`ના લોન્ચિંગ વખતે વખાણાયેલી રાઈટર જોડી સલીમ-જાવેદ સાથે જોડાયો, જે ઑફિશિયલી સલીમ ખાન અને જાવેદ અખ્તર તરીકે ઓળખાય છે. સલમાન લેખક જોડી સલીમ-જાવેદની ફિલ્મો વિશે વાત કરી રહ્યો હતો જ્યારે તેણે વર્તમાન પેઢી વિશે તેના ઈનસાઇટ્સ શૅર કર્યા હતા. તેણે જણાવ્યું કે, પુરુષો હવે પુરૂષ બનવા માગતા નથી, જ્યારે સલીમ અને જાવેદ પુરુષો હતા, છે અને હંમેશા રહેશે. સલીમ-જાવેદે એકસાથે 24 ફિલ્મો લખી, જેમાંથી 22 હિટ હતી, જેમાં શોલે, ડોન, ઝંજીર, યાદો કી બારાત, દીવાર, હાથી મેરે સાથી, સીતા ઔર ગીતા અને ત્રિશુલનો સમાવેશ થાય છે. 1970ના દાયકામાં અમિતાભ બચ્ચનના "એન્ગ્રી યંગ મેન" વ્યક્તિત્વને સ્થાપિત કરવામાં મૂળ તેમનું કામ હતું. શીર્ષકને પડઘો પાડતા, તેમની આગામી ડૉક્યુ-સિરીઝનું નામ `એંગ્રી યંગ મેન` છે. આ સિરીઝમાં સલમાન ખાન, ફરહાન અખ્તર, હૃતિક રોશન અને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા છે અને 20 ઑગસ્ટના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવશે. વધુ જાણવા માટે જુઓ આખો વીડિયો.