° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021


યશ ચોપડાએ લોકોને પ્રેમ કેવી રીતે કરવો એ શીખવ્યું

22 October, 2012 03:42 AM IST |

યશ ચોપડાએ લોકોને પ્રેમ કેવી રીતે કરવો એ શીખવ્યું

યશ ચોપડાએ લોકોને પ્રેમ કેવી રીતે કરવો એ શીખવ્યુંછેલ્લા પાંચ દાયકાથી બૉલીવુડ પર રાજ કરનારા યશરાજ ફિલ્મ્સના સર્વેસર્વા ૮૦ વર્ષના યશરાજ ચોપડાનું ગઈ કાલે સાંજે સાડાપાંચ વાગ્યે લીલાવતી હૉસ્પિટલમાં મલ્ટિ-ઑર્ગન ફેલ થવાને કારણે અવસાન થયું હતું. તેમનો જન્મ ૧૯૩૨ની ૨૭  સપ્ટેમ્બરે અત્યારે પાકિસ્તાનમાં આવેલા લાહોરમાં થયો હતો. ૧૩ ઑક્ટોબરે ડેન્ગીના ઇન્ફેક્શનને કારણે તેમને હૉસ્પિટલ ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. દિલીપકુમાર, સાયરાબાનુ, શાહરુખ ખાન તેમ જ અનિલ કપૂરે હૉસ્પિટલમાં તેમની મુલાકાત લીધી હતી.

‘વક્ત’, ‘ત્રિશૂલ’, ‘દીવાર’, ‘સિલસિલા’, ‘ચાંદની’ તથા ‘દિલ તો પાગલ હૈ’ જેવી તેમની કેટલીક જાણીતી લૅન્ડમાર્ક ફિલ્મો છે. ડિરેક્ટર તરીકે ‘જબ તક હૈ જાન’ તેમની છેલ્લી ફિલ્મ છે જે હજી રીલીઝ થવાની બાકી છે. જો શાહરુખ ખાનને કિંગ કહેવામાં આવતો હોય તો તેઓ ખરા અર્થમાં કિંગમેકર હતા. બૉલીવુડમાં ઘણા કલાકારોની કરીઅર તેમણે બનાવી તેમને સુપરસ્ટાર તરીકે સ્થાપિત કર્યા હતા. તેમને રોમૅન્ટિક ફિલ્મોના બેતાજ બાદશાહ કહેવામાં આવતા હતા. ‘સિલસિલા’, ‘ચાંદની’ તથા ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ જેવી રોમૅન્ટિક ફિલ્મોને કારણે યશરાજ રોમૅન્સ એમ પણ કહેવામાં આવે છે.

૧૯૮૦ના દશકામાં ‘મશાલ’ તેમ જ ‘વિજય’ જેવી કેટલીક નિષ્ફળ ફિલ્મો તેમણે આપી હતી. જોકે ત્યાર બાદ આવેલી ‘ચાંદની’ ફિલ્મે તેમને ફરી એક વાર રોમૅન્ટિક ફિલ્મના બાદશાહ તરીકે પ્રસ્થાપિત કર્યા હતા. આ ફિલ્મે ફરી એક વાર બૉલીવુડને હિંસક ફિલ્મોમાંથી રોમૅન્સ તેમ જ મેલડી તરફ વાળ્યું હતું જેણે શ્રીદેવીને ૮૦ના દશકાની ફીમેલ સ્ટાર તરીકે સ્થાપિત કરી હતી. આ વર્ષે ડિરેક્ટર તરીકે નિવૃત્તિની જાહેરાત કરતી વખતે એક ઇન્ટરવ્યુમાં તેમણે શાહરુખ ખાન વિશે કહ્યું  હતું કે ‘મને તેની સાથે કામ કરવામાં ખૂબ જ આનંદ આવે છે. તે મને કદી સ્ટોરી વિશે કે કેટલી રકમ લેશે એ વિશે પણ નથી પૂછતો. હું જે પણ રકમ ચેક મારફત મોકલું છું એ સ્વીકારી લે છે. વળી મને કહે પણ છે કે શા માટે આટલી મોટી રકમ મને આપી.’

આજે અંતિમ સંસ્કાર

આજે બપોરે ત્રણ વાગ્યે સાઉથ મુંબઈમાં આવેલી ચંદનવાડીમાં યશ ચોપડાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના પાર્થિવદેહને આજે સવારે નવથી બાર વાગ્યા સુધી અંધેરીના યશરાજ ફિલ્મ્સના સ્ટુડિયોમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.

ડિરેક્ટર તરીકેની ફિલ્મો

૧ ધુલ કા ફૂલ

(૧૯૫૯)

૨ ધર્મપુત્ર

(૧૯૬૧)

૩ વક્ત

(૧૯૬૫)

૪ આદમી ઔર ઇન્સાન

(૧૯૫૯)

૫ ઇત્તેફાક

(૧૯૬૯)

૬ દાગ

(૧૯૭૩)

૭ જોશીલા

(૧૯૭૩)

૮ દીવાર

(૧૯૭૫)

૯ કભી કભી

(૧૯૭૬)

૧૦ ત્રિશૂલ

(૧૯૭૮)

૧૧ કાલા પથ્થર

(૧૯૭૯)

૧૨ સિલસિલા

(૧૯૮૧)

૧૩ મશાલ

(૧૯૮૪)

૧૪ ફાંસલે

(૧૯૮૫)

૧૫ વિજય

(૧૯૮૮)

૧૬ ચાંદની

(૧૯૮૯)

૧૭ લમ્હેં

(૧૯૯૧)

૧૮ પરંપરા

(૧૯૯૨)

૧૯ ડર

(૧૯૯૩)

૨૦  દિલ તો પાગલ હૈ

(૧૯૯૭)

૨૧ વીર-ઝારા

(૨૦૦૪)

૨૨ જબ તક હૈ જાન

(૨૦૧૨)

 ફિલ્મફેર અવૉર્ડ્સ

ફિલ્મ ‘વક્ત’ માટે ૧૯૬૫માં ફિલ્મફેર બેસ્ટ ડિરેક્ટર અવૉર્ડ

ફિલ્મ ‘ઇત્તેફાક’ માટે ૧૯૬૯માં ફિલ્મફેર બેસ્ટ ડિરેક્ટર અવૉર્ડ

ફિલ્મ ‘દાગ’ માટે ૧૯૭૩માં ફિલ્મફેર બેસ્ટ ડિરેક્ટર અવૉર્ડ

ફિલ્મ ‘દીવાર’ માટે ૧૯૭૫માં ફિલ્મફેર બેસ્ટ ડિરેક્ટર અવૉર્ડ

ફિલ્મ ‘લમ્હેં’ માટે ૧૯૯૧માં ફિલ્મફેર બેસ્ટ મૂવી અવૉર્ડ

ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ માટે ૧૯૯૫માં ફિલ્મફેર બેસ્ટ મૂવી અવૉર્ડ

ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ માટે ૧૯૯૭માં ફિલ્મફેર બેસ્ટ મૂવી અવૉર્ડ

ફિલ્મ ‘વીર-ઝારા’ માટે ૨૦૦૪માં ફિલ્મફેર મૂવી ડિરેક્ટર અવૉર્ડ

૨૦૦૬માં ફિલ્મફેર પાવર અવૉર્ડ

૨૦૦૭માં ફિલ્મફેર પાવર અવૉર્ડ

૨૦૦૮માં ફિલ્મફેર પાવર અવૉર્ડ

યશ ચોપડાને મળેલા અવૉર્ડ્સ

નૅશનલ ફિલ્મ અવૉર્ડ (પ્રોડ્યુસર)

ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ માટે ૧૯૯૮માં નૅશનલ ફિલ્મ અવૉર્ડ બેસ્ટ પૉપ્યુલર ફિલ્મ પ્રોવાઇડિંગ હોલસમ એન્ટરટેઇનમેન્ટ

ફિલ્મ ‘વીર-ઝારા’ માટે ૨૦૦૫માં નૅશનલ ફિલ્મ અવૉર્ડ બેસ્ટ પૉપ્યુલર ફિલ્મ પ્રોવાઇડિંગ હોલસમ એન્ટરટેઇનમેન્ટ

યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરેલી ફિલ્મો

 

દાગ

(૧૯૭૩)

કભી-કભી

(૧૯૭૬)

દૂસરા આદમી

(૧૯૭૭)

ત્રિશૂલ

(૧૯૭૮)

નૂરી

(૧૯૭૯)

કાલા પથ્થર

(૧૯૭૯)

સિલસિલા

(૧૯૮૧)

નાખુદા

(૧૯૮૧)

સવાલ

(૧૯૮૨)

મશાલ

(૧૯૮૪)

ફાંસલે

(૧૯૮૫)

વિજય

(૧૯૮૮)

ચાંદની

(૧૯૮૯)

22 October, 2012 03:42 AM IST |

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

સિખ કમ્યુનિટી પર ભરોસો કરવા માટે બિગ બીનો આભાર માન્યો મિકા સિંહે

1000થી પણ વધુ લોકો માટે લંગરની સુવિધા મુંબઈમાં પૂરી પાડવા જઈ રહ્યો છે મિકા સિંહ

11 May, 2021 01:38 IST | Mumbai | Gaurav Sarkar
બૉલિવૂડ સમાચાર

કોરોનાગ્રસ્ત લોકોની મદદ માટે ગુરદ્વારામાં બે કરોડનું દાન કર્યું અમિતાભ બચ્ચને

સોશ્યલ મીડિયા પર સતત ગાળો આપવામાં આવતી હોવાથી બિગ બીએ પોતાના દ્વારા કરવામાં મદદની વિગત જાહેર કરી

11 May, 2021 01:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

મિશન ઑક્સિજન

કોરોનાના ત્રીજા ફેઝ માટે ફ્રાન્સથી ઑક્સિજન પ્લાન્ટ મગાવી રહ્યો છે સોનુ સૂદ

11 May, 2021 01:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK