Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સૈફ અલી ખાન સાથે કામ કરવું ખૂબ કમ્ફર્ટેબલ છે : રાધિકા આપ્ટે

સૈફ અલી ખાન સાથે કામ કરવું ખૂબ કમ્ફર્ટેબલ છે : રાધિકા આપ્ટે

21 September, 2022 02:25 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે તેઓ ‘વિક્રમ વેધા’માં પણ સાથે જોવા મળશે

રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટે


રાધિકા આપ્ટેનું કહેવું છે કે સૈફ અલી ખાન સાથે કામ કરવું ખૂબ સરળ છે. તેમણે ‘સેક્રેડ ગેમ્સ’ અને ‘બાઝાર’માં સાથે કામ કર્યું હતું. હવે તેઓ ‘વિક્રમ વેધા’માં પણ સાથે જોવા મળશે. ગાયત્રી-પુષ્કર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ ૩૦ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે જેમાં તેમની સાથે હૃતિક રોશન પણ લીડ રોલમાં છે. આ વિશે વાત કરતાં રાધિકાએ કહ્યું કે ‘મેં ​‘વિક્રમ વેધા’ને પસંદ કરી, કારણ કે આ વિષય મને પસંદ છે. મેં સાઉથની એટલે કે ઓરિજિનલ ફિલ્મ પણ જોઈ છે. ડિરેક્ટર્સ પણ ખૂબ અદ્ભુત છે તેમ જ આ ફિલ્મની કાસ્ટ પણ ખૂબ સારી છે, જેમની સાથે હું કામ કરવા માગતી હતી. સૈફ અલી ખાન સાથે કામ કરવું ખૂબ અદ્ભુત છે. મારો આ તેમની સાથે ત્રીજો પ્રોજેક્ટ છે. તેમની સાથે કામ કરવું ખૂબ કમ્ફર્ટેબલ છે. વ્યક્તિ તરીકે પણ તેઓ મને ખૂબ ગમે છે. તેઓ ખૂબ જ ફની પણ છે. જ્યારે પણ હું તેમને મળું છું ત્યારે અમારી વાતચીત ખૂબ ઇન્ટરેસ્ટિંગ થાય છે. હું હૃતિકને પણ પહેલી વાર મળી અને મારું તેમની સાથે એક દૃશ્ય પણ હતું. ડિરેક્ટર્સ તેમની ફિલ્મ દ્વારા જે કહેવાની કોશિશ કરી રહ્યા છે એ મને પસંદ પડ્યું છે. મને તેમની સ્ટાઇલ ગમી છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2022 02:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK