Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘માસ્ટર’ની હિન્દી રીમેકમાં જોવા મળશે સલમાન ખાન?

‘માસ્ટર’ની હિન્દી રીમેકમાં જોવા મળશે સલમાન ખાન?

12 June, 2021 12:06 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સલમાનની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ‘અંતિમ : ધ ફાઇનલ ટ્રૂથ’, ‘ટાઇગર 3’, ‘કભી ઈદ કભી દિવાલી’ અને ‘કિક 2’માં જોવા મળશે. જુલાઈમાં સલમાન તેના ઍક્શન-થ્રિલરની જાહેરાત કરવાનો છે.

સલમાન ખાન

સલમાન ખાન


વિજય અને વિજય સેતુપતિની ‘માસ્ટર’ની હિન્દી રીમેકમાં સલમાન ખાન જોવા મળશે એવી શક્યતા છે. ‘માસ્ટર’ આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી. એની હિન્દી રીમેકને એન્ડમોલ શાઇન ઇન્ડિયા અને મુરાદ ખેતાની, સેવન સ્ક્રીન સ્ટુડિયોઝ સાથે મળીને પ્રોડ્યુસ કરશે. સલમાને પણ આ ફિલ્મ જોઈ છે અને તે આ ફિલ્મ કરવા માટે તૈયાર થઈ ગયો છે. જોકે લૉકડાઉન લાગુ થવાથી વાત આગળ વધી શકી નહીં. હવે પ્રોડ્યુસર્સ મીટિંગ કરીને ચર્ચા કરશે અને સ્ક્રિપ્ટમાં પણ થોડાઘણા ફેરફાર કરશે. સલમાન સામે કોને લેવો એ વિશે હજી શોધ ચાલી રહી છે. ડિરેક્ટરની પણ પસંદગી કરવામાં નથી આવી. સલમાને પણ હજી સુધી એ વિશે કોઈ માહિતી નથી આપી. સલમાનની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ‘અંતિમ : ધ ફાઇનલ ટ્રૂથ’, ‘ટાઇગર 3’, ‘કભી ઈદ કભી દિવાલી’ અને ‘કિક 2’માં જોવા મળશે. જુલાઈમાં સલમાન તેના ઍક્શન-થ્રિલરની જાહેરાત કરવાનો છે.


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2021 12:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK