Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આવતા અઠવાડિયે કોર્ટ મૅરેજ કરશે કૅટરિના અને વિકી?

આવતા અઠવાડિયે કોર્ટ મૅરેજ કરશે કૅટરિના અને વિકી?

25 November, 2021 04:02 PM IST | mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅટરિના કૈફ અને વિકી કૌશલ આવતા અઠવાડિયે કોર્ટ મૅરેજ કરશે એવી ચર્ચા ચાલી રહી છે.

વિક્કી કૌશલ અને કેટરિના કૈફ

વિક્કી કૌશલ અને કેટરિના કૈફ


કૅટરિના કૈફ અને વિકી કૌશલ આવતા અઠવાડિયે કોર્ટ મૅરેજ કરશે એવી ચર્ચા ચાલી રહી છે. ત્યાર બાદ તેઓ ડિસેમ્બરમાં શાહી લગ્ન માટે રાજસ્થાન રવાના થશે. બૉલીવુડમાં લગ્નની સીઝનની શરૂઆત થઈ ગઈ છે. તાજેતરમાં જ રાજકુમાર રાવ અને પત્રલેખાનાં લગ્ન થયાં છે. હવે કૅટરિના અને વિકી પણ સાત જન્મો સુધી સાથ આપવાનાં વચન આપશે. લગ્ન માટે તેમણે સવાઈ માધોપુરનાં સિક્સ સેન્સિસ ફોર્ટ બરવારા પર પસંદગી ઉતારી છે. થોડા સમય પહેલાં જ ચર્ચા હતી કે મહેમાનો માટે કૅબ બુક કરી લેવામાં આવી છે. લગ્નની પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને મહેમાનોને ફોન લાવવાની પરવાનગી નથી. કૅટરિનાએ પોતાનું પૂરતું ધ્યાન લગ્નની તૈયારી પર કેન્દ્રિત કર્યું છે. બીજી તરફ વિકી પોતાનાં કમિટમેન્ટ્સ પૂરાં કરવામાં બિઝી છે. એથી તેની મમ્મી અને ભાઈ સની કૌશલ પર લગ્નની તૈયારીની જવાબદારી છે. એવું કહેવાય છે કે દિવાળી દરમ્યાન કબીર ખાનના ઘરે કૅટરિના અને વિકીની સગાઈ થઈ હતી. આ બન્ને ફેમસ ડિઝાઇનર સબ્યસાચીનાં ડિઝાઇનર કપડાં પહેરીને લગ્ન કરવાનાં છે. આ લગ્નમાં કરણ જોહર, અલી અબ્બાસ ઝફર, કબીર ખાન, મિની માથુર, રોહિત શેટ્ટી, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, વરુણ ધવન અને નતાશા દલાલ હાજરી આપવાનાં હોય એવી શક્યતા છે. સલમાન ખાન ઇન્ડિયાની બહાર શૂટિંગ કરી રહ્યો હોવાથી હાજરી નહીં આપે. સલમાનની ફૅમિલીને આમંત્રણ આપવામાં આવ્યું છે કે નહીં એ વિશે કોઈ માહિતી નથી.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2021 04:02 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK