Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની હવે નેટફ્લિક્સ માટે બનાવશે શો?

ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની હવે નેટફ્લિક્સ માટે બનાવશે શો?

08 March, 2020 02:48 PM IST | Mumbai Desk
Upala K.B.R.

ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની હવે નેટફ્લિક્સ માટે બનાવશે શો?

ફરહાન અખ્તર, રિતેશ સિધવાની

ફરહાન અખ્તર, રિતેશ સિધવાની


વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ માટે ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની બે શો બનાવવાના હોવાની ચર્ચા ચાલી રહી છે. તેમણે આ અગાઉ ઍમેઝૉન પ્રાઇમ માટે ‘ઇન્સાઇડ એજ’, ‘મિર્ઝાપુર’ અને ‘મેડ ઇન હેવન’ જેવા શો બનાવ્યા છે. તેઓ હવે નેટફ્લિક્સ માટે પણ શો બનાવશે એવી ચર્ચા ચાલી રહી છે જેમાં એક કૉમેડી અને એક થ્રિલર શો છે. આ સ્પાય થ્રિલર શોને ગ્રૅન્ડ લેવલ પર બનાવવામાં આવશે અને એનું શૂટિંગ સાત દેશોમાં કરવામાં આવશે. આ માટે ફરહાન અને રિતેશ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. ડીલ નક્કી નહીં થાય ત્યાં સુધી આ વાતને એકદમ સિક્રેટ લેવલ પર રાખવામાં આવી છે. જોકે આ શો માટે રિસર્ચ અને સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. એનું શૂટિંગ આ વર્ષે શરૂ થશે અને ૨૦૨૧માં એને ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવામાં આવશે. થ્રિલર શો માટે કલાકારોની પસંદગી નથી થઈ. આ શોમાં ટૉપના સ્ટાર્સ હશે. જોકે જ્યાં સુધી સ્ક્રિપ્ટ પૂરી નહીં થાય ત્યાં સુધી કલાકારો વિશે નિર્ણય નહીં લેવાય. થ્રિલર શો માટે હજી એક વર્ષ સુધી રિસર્ચ કરવામાં આવશે. આ શોને તેઓ ‘મેડ ઇન હેવન’ કરતાં પણ ભવ્ય બનાવશે.


Whatsapp-channel Whatsapp-channel

08 March, 2020 02:48 PM IST | Mumbai Desk | Upala K.B.R.

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK