આ ફિલ્મમાં એક પિતાની વાત છે જેનો બૉન્ડ એક રોબોટ સાથે બની જાય છે. આ પિતાનો દીકરો રશિયામાં જૉબ કરતો હોય છે. તે પિતાની દેખભાળ માટે એક રોબોટ લાવે છે અને પિતાનો રોબોટ સાથે ખૂબ જ સારો બૉન્ડ બની જાય છે.
અનિલ કપૂર
અનિલ કપૂર હવે મલયાલમ ફિલ્મ ‘ઍન્ડ્રૉઇડ કુન્જાપ્પન વર્ઝન 5.25’ની હિન્દી રીમેકમાં જોવા મળશે એવી ચર્ચા છે. ૨૦૧૯માં આવેલી આ ફિલ્મને ક્રિટિક્સ દ્વારા ખૂબ જ વખાણવામાં આવી હતી. સાયન્સ ફિક્શન કૉમેડી ડ્રામાને રતીશ બાલાક્રિષ્ણન પોડુવલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં સૂરજ વેન્જારામુદુ અને સૌબિન શાહિરે કામ કર્યું હતું. સૂરજ વેન્જારામુદુનું પાત્ર અનિલ કપૂર ભજવશે એવી ચર્ચા ચાલી રહી છે. ‘આર... રાજકુમાર’ અને ‘મુન્ના માઇકલ’ જેવી ફિલ્મો બનાવનાર ફેથ ફિલ્મ્સના વિકી રજનીએ રાઇટ્સ ખરીદી લીધા હોવાની વાત છે. તે હવે આ ફિલ્મને સોની પિક્ચર્સ ઇન્ડિયા સાથે મળીને બનાવશે. આ ફિલ્મમાં એક પિતાની વાત છે જેનો બૉન્ડ એક રોબોટ સાથે બની જાય છે. આ પિતાનો દીકરો રશિયામાં જૉબ કરતો હોય છે. તે પિતાની દેખભાળ માટે એક રોબોટ લાવે છે અને પિતાનો રોબોટ સાથે ખૂબ જ સારો બૉન્ડ બની જાય છે. આ ફિલ્મની હિન્દીની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.