° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


ત્રીજી વખત લગ્ન કરશે આમિર ખાન?

21 November, 2021 04:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ત્રીજાં લગ્નની જાહેરાત આમિર ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝ બાદ કરશે એવું લાગી રહ્યું છે. જોકે ચર્ચા એ પણ છે કે આમિર સાથે ‘દંગલ’માં જોવા મળેલી ફાતિમા સના શેખ સાથે તેના રિલેશન છે અને એને કારણે જ આમિરના ડિવૉર્સ થયા છે.

આમિર ખાન

આમિર ખાન

આમિર ખાન ત્રીજી વખત લગ્ન કરવાનો છે એવી ચર્ચા ચાલી રહી છે. તે પોતાની કો-સ્ટાર સાથે લગ્ન કરવાનો છે એ ચર્ચાએ વેગ પકડ્યો છે. આમિર અને કિરણ રાવે આ વર્ષે જુદાં પડવાની જાહેરાત કરી હતી. એ જાણીને સૌકોઈ ચોંકી ગયા હતા. કોઈને આ વાત માન્યામાં નહોતી આવી. આમિરે પહેલાં લગ્ન રીના દત્તા સાથે કર્યાં હતાં. તેનાથી તેને બે બાળકો જુનૈદ અને ઈરા છે. રીનાથી ડિવૉર્સ લીધા બાદ આમિરે ૨૦૦૫માં કિરણ સાથે લગ્ન કર્યાં હતાં. તેમને આઝાદ નામનો દીકરો છે. જુનૈદ અને ઈરા સાથે કિરણના સારા સંબંધો છે. ત્રીજાં લગ્નની જાહેરાત આમિર ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝ બાદ કરશે એવું લાગી રહ્યું છે. જોકે ચર્ચા એ પણ છે કે આમિર સાથે ‘દંગલ’માં જોવા મળેલી ફાતિમા સના શેખ સાથે તેના રિલેશન છે અને એને કારણે જ આમિરના ડિવૉર્સ થયા છે. આમિર ‘લાલ સિંહ ચઢ્ઢા’ પર કોઈ માઠી અસર ન પડે એ માટે ફિલ્મની રિલીઝ બાદ જ સત્તાવાર જાહેરાત કરશે એ વાતે વેગ પકડ્યો છે.

21 November, 2021 04:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

મુંબઈની બારડાન્સર ​સ્વીટીની સ્ટોરી ‘ટોપાઝ’માં દેખાડશે સંજય ગુપ્તા

આવતા વર્ષે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે

06 December, 2021 03:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

પોતાની જિમ શૉર્ટ‍્સ પર લોકો શું કહે છે એના પર વધુ ધ્યાન નથી આપતી જાહ‍્નવી

કેટલીક વખત લોકો તેની જિમ શૉર્ટ્સને જોઈને કમેન્ટ્સ પણ કરે છે

06 December, 2021 03:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ફિલ્મો સાથે રિસ્ક લેવાનું અને કંઈક અનોખું દેખાડવાનું પસંદ છે ક્રિતીને

તેની થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ‘મિમી’માં તે એકદમ હટકે રોલમાં દેખાઈ હ

06 December, 2021 03:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK